શુક્રવારે રિલીઝ થયેલી ફિલ્મ સુપર 30ને બિહાર સરકારે ટેક્સ ફ્રી કરી દીધી છે. આ ફિલ્મ ગણિતજ્ઞ આનંદ કુમારના જીવન પર બની છે જે બિહારમાં જરૂરતમંદ વિદ્યાર્થીઓને  મફતમાં આઈઆઈટી અને જેઇઇની પરીક્ષા આપવા માટે મફતમાં શિક્ષણ આપે છે. બિહારના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ સુપર 30ને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી આ જાહેરાત બાદ આનંદ કુમારે ટ્વિટ કર્યું હતું કે સુપર 30ને ટેક્સ ફ્રી કરવા માટે સીએમ નીતિશ કુમારજી અને ઉપમુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદીનો ખુબ ખુબ આભાર. હવે વધારેમાં વધારે લોકો આ ફિલ્મ જોઇ શકશે.  


આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા હૃત્વિક રોશન ભજવી છે તે ઉપરાંત ફિલ્મમાં મૃણાલ ઠાકુર, પંકજ ત્રિપાઠી, આદિત્ય શ્રીવાસ્તવ જેવા અનેક કલાકારો જોવા મળશે. ફિલ્મ લોકોને ગમી રહી છે. પહેલા વિકેન્ડમાં જ આ ફિલ્મે 50 કરોડનો બિઝનેસ કર્યો છે અને આ ફિલ્મનો બિઝનેસ સતત વધી રહ્યો છે.  




Find out more: