પાવર કપલ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પોતપોતાના કરિયરમાં બેસ્ટ પર્ફોમ કરી રહ્યાં છે ત્યારે ફિલ્મફેર મેગઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં અનુષ્કાએ પહેલી વખત પોતાના લગ્ન વિશે વાત કરી હતી. અનુષ્કાએ જણાવ્યું હતું કે તેણે 29 વર્ષે લગ્ન કરી લીધા હતા બૉલિવૂડમાંથી અનેક લોકોએ તેને આમ ન કરવા જણાવ્યું. લોકોનું માનવું હતું કે કોઇ પણ અભિનેત્રીએ આ ઉંમરે લગ્ન ન કરવા જોઇએ માત્રને માત્ર પોતાના કરિયર પર ધ્યાન આપવું જોઇએ. પણ આજે ઇંડસ્ટ્રીના દર્શકોમાં ઘણો ફેરફાર આવ્યો છે. તેઓ ફિલ્મમાં માત્ર અભિનેત્રીને જૂએ છે તેમને એ વાત સાથે કોઇ જ મતલબ નથી કે તેના લગ્ન થઇ ચુક્યા છે કે નહીં અથવા તે માં બની ચુકી છે કે નહીં. મેં લગ્ન કર્યા કેમકે હું પ્રેમમાં હતી અને લગ્ન એક પ્રાકૃતિક વસ્તુ છે. 


આ ઉપરાંત અનુષ્કાએ વિરાટ સાથેની કેમેસ્ટ્રી અંગે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે વિરાટ ખુબ જ ઇમાનદાર છે અને તે આ વાતની કદર છે. જો કે ઘણી વખત તેને આ ઇમાનદારીના કારણે અનેક વસ્તુઓ ભોગવવી પડે છે પણ તે ખુશ છે કે તેનો લાઇફ પાર્ટનર તેનાથી કશું જ છુપાવતો નથી.



Find out more: