ટ્વિટર પર આજકાલ સાડી ટ્રેન્ડ ચાલી રહ્યો છે અનેક મહિલાઓ સાડી પહેરીને પોતાની તસવીર ટ્વિટર પર શેર કરી રહી છે ત્યારે જાણિતા બૉલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના પણ આ ટ્રેન્ડમાં કુદી પડ્યો છે. તમને જાણીને નવાઇ લાગશે કે પણ હા આયુષ્માને બ્લ્યુ કલરની એક સાડી પહેરીને પોતાનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. 

ઉલ્લેખનીય છે કે આયુષ્માન બૉલિવૂડના ટેલેન્ટેડ એક્ટર્સમાંથી એક છે અને તે છેલ્લા ઘણા સમયથી બેક ટુ બેક બોક્સ ઓફિસ પર સફળ ફિલ્મો આપી રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ તેની ફિલ્મ આર્ટિકલ 15 રિલીઝ થઇ છે. જેમાં તેણે પોલીસ કર્મચારીનો રોલ કર્યો હતો. જેના માટે તેના ઠેર ઠેર વખાણ થયા છે. આયુષ્માન અત્યારે એકતા કપૂરની ફિલ્મ ડ્રીમ ગર્લમાં કામ કરી રહ્યો છે. જેમાં તે એવા છોકરાનું કેરેક્ટર કરી રહ્યો છે જે છોકરીના અવાજમાં વાત કરી શકે. આ ફિલ્મમાં આયુષ્માન સાથે નુસરત ભરૂચા, અરબાઝ ખાન, મનજોત સિંહ અને સુમોના ચક્રવર્તી પણ જોવા મળશે.  



Find out more: