સાઉથ સુપરસ્ટાર અને ભગવાન ગણાતા રજનીકાંતની અપકમીંગ ફિલ્મ દરબારનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. તેને દર્શકોનો જબરદસ્ત આવકાર મળ્યો છે. રજનીકાંતની કોઇ પણ મુવી રિલીઝ થાય એ પહેલા તેના ચાહકો હમેંશા સીનેમાઘરોમાં એડવાન્સ બુકીંગ કરી લે છે. આ ફિલ્મ પણ ચાર ભાષામાં રિલીઝ થતી હોવાને લીધે રજનીના ચાહકો માટે સારા સમાચાર ગણી શકાય. 

આ ફિલ્મમા રજનીકાંત એક પોલીસ ઓફિસરના રોલમાં છે. તેના દમદાર ડાયલોગ્સ અને એકશનની ખુબ વાહ-વાહ થઇ રહી છે. રજનીકાંત અને નયનતારા વચ્ચે રોમાન્સ પણ જોવા મળશે. મુંબઇમાં મોટી  ઇવેન્ટ યોજીને ટ્રેલર રિલીઝ કરાયું હતું. સુનિલ શેટ્ટી, પ્રતિક બબ્બર, યોગી બાબૂ, જતિન સરના, દિલીપ તાહિલ સહિતના કલાકારો પણ છે. સુનિલ શેટ્ટી પહેલી જ વખત નેગેટિવ રોલ કરતો જોવા મળશે.

 

ટ્રેલરના શરૂઆતમાં જ રજનીકાંતની ધમાકેદાર એન્ટ્રી બતાવાઇ છે. તે ગૂંડાઓની ધોલાઇ કરતાં દેખાય છે. ગૂંડાઓમાં એટલો ખોફ છેકે તે તેને પોલીસ ઓફિસર નહિ પણ ગુંડા તરીકે સંબોધન આપે છે. ટ્રેલરના અંતમાં રજનીકાંત કહે છે-આઇ એમ બેડ કોપ. આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દી એમ ચાર ભાષામાં 9 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. એઆર મુરુગદાસે આ ફિલ્મની કહાની લખી છે અને નિર્દેશન પણ તેણે જ કર્યુ છે. ઉલ્લેખનિય છેકે રજનીકાંત ફિલ્મો સિવાય રાજનીતીમાં પણ સક્રિય છે. સાઉથની રાજનીતિમાં પણ તેને ભગવાન માનવામાં આવે છે. 

Find out more: