અમિતાભ બચ્ચનને આજે (29 ડિસેમ્બર) રાષ્ટ્રપતિ ભવન ખાતે 50મા દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યાં હતાં. 77 વર્ષીય અમિતાભને વિશ્વ સિનેમામાં આપેલા પ્રદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. 23 ડિસેમ્બરે 66મા નેશનલ એવોર્ડનું વિતરણ થયું હતું પરંતુ તે સમયે અમિતાભ બચ્ચનની તબિયત સારી ના હોવાથી તેઓ આવી શક્યા નહોતાં. તે સમયે ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ એવોર્ડનું વિતરણ કર્યું હતું.

એવોર્ડ સ્વીકાર્યાં બાદ અમિતાભ બચ્ચને કહ્યું, હું સરકાર, માહિતી તથા પ્રસારણ મંત્રાલય તથા જ્યૂરીના સભ્યોનો આભાર માનું છું. ઈશ્વરની કૃપા રહી છે અને હંમેશાં માતા-પિતાના આશીર્વાદ મળ્યાં છે. ડિરેક્ટર્સ-પ્રોડ્યૂસર્સ તથા કો-સ્ટાર્સનો સાથ રહ્યો છે. સૌથી વધુ ભારતના ચાહકોના પ્રેમ તથા પ્રોત્સાહનને કારણે આજે હું તમારી સામે ઊભો છું. આ એવોર્ડની સ્થાપના 50 વર્ષ પહેલાં થઈ અને આટલાં વર્ષ મને ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની તક મળી. આ માટે હું તમારો આભારી છું. આનો વિન્રમતાથી સ્વીકાર કરું છું.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે પણ નવી પેઢી સાથે આંખથી આંખ મિલાવીને કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 7 નવેમ્બરે અભિનેતા અમિતાભ બચ્ચને બોલિવૂડમાં તેમની કારકિર્દીના 50 વરસ પુરા કર્યા છે. અમિતાભ બચ્ચને 7 નવેમ્બર 1969ના દિવસે શરૂ કરી હતી. તેમની પ્રથમ ફિલ્મ સાત હિંદુસ્તાની હતી.

ઉલ્લેખનિય છેકે 23 ડિસેમ્બરે 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ઉપ-રાષ્ટ્રપતિએ ફિલ્મ એવોર્ડ્સનું વિતરણ કર્યું તે વખતે ખરાબ તબિયતના કારણે બીગ બી

Find out more: