બોલીવુડ સ્ટાર ઘણી વખત પોતાની દરિયાદીલી દેખાડતા હોય છે. આવો જ એક કિસ્સો સિંગર નેહા કક્કરે હાલમાં જ ‘ઈન્ડિયન આઈડલ 11’માં સ્પર્ધકની વાત સાંભળ્યા બાદ તેને 2 લાખ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય લીધો હતો. ‘ઈન્ડિયન આઈડલ 11’નો સ્પર્ધક સની હિંદુસ્તાની બીમાર હોવાથી તેણે શો છોડવાનો નિર્ણય લીધો હતો. નોંધનીય છે કે આ શોમાં નેહા કક્કર, હિમેશ રેશમિયા તથા વિશાલ દદલાની જજ પેનલમાં છે.
ઇન્ડિયન આયડલ શો સનીની તબિયત સારી રહેતી ના હોવાથી તેણે આ શો છોડવાનો નિર્ણય લીધો હતો. સનીની લાઈફ-સ્ટોરી સાંભળ્યા બાદ નેહા કક્કર ઘણી જ ભાવુક થઈ ગઈ હતી અને તેણે 2 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. હિમેશ રેશમિયાએ સનીના વખાણ કરતાં કહ્યું હતું કે તે તમામ રિયાલિટી શોના સ્પર્ધકો માટે બેસ્ટ એક્ઝામ્પલ છે. તેણે પ્રોફેશનલ ટ્રેનિંગ લીધા ના હોવા છતાંય તે એકદમ પ્રોફેશનલી ગીત ગાય છે.
‘ઈન્ડિયન આઈડલ’ દરમિયાન સનીને સમીર ટંડને ફિલ્મ ‘ધ બોડી’નું ગીત ‘રોમ રોમ’ ઓફર કર્યું હતું. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી લીડ રોલમાં છે. આ ઉપરાંત રાજકુમાર સંતોષીએ પણ પોતાની આગામી ફિલ્મનું એક ગીત સની હિંદુસ્તાની પાસે ગવડાવવાનું નક્કી કર્યું છે. સ્વ. કિશોર કુમારના દીકરા અમીત કુમારે પણ પોતાના મ્યૂઝિક વીડિયોમાં સનીને સાઈન કર્યો છે.
સનીનો જન્મ પંજાબના ભટિંડાના અમરાપુર બસ્તીમાં 1998માં થયો હતો. નાનપણથી જ સનીને સિંગિંગનો શોખ હતો. તે સરકારી સ્કૂલમાં છ ધોરણ ભણ્યો છે. નજીકના ગામડાંમાં ઈવેન્ટ્સ તથા ફંક્શનમાં ગાવાની શરૂઆત કરી હતી.