અભિનેત્રી શ્રીદેવીનું બાથટબમાં 24 ફેબ્રુઆરી 2018ના રોજ ડૂબીને મોત થયું હતું. તેના મોતને લઇને અનેક અટકળો ચાલી હતી કે તેનું મોત ખરેખર પાણીમાં ડુબવાને લઇને થયું કે પછી હત્યા થઇ આ વાતમાં એક નવું જ રહસ્ય હમણાં બહાર આવ્યું છે. અને અનેક રહસ્યો પરથી પડદો ઉઠ્યો છે. ‘શ્રીદેવી: ધી એટર્નલ ગોડેસ’માં અભિનેત્રીના નામે તેનું જીવનચરિત્ર લખનાર લેખક સત્યાર્થ નાયકે એક નવો જ ખુલાસો કર્યો છે. શ્રીદેવીને લો બ્લડ પ્રેશરમાં અવાર નવાર શ્રીદેવીને બેહોશ થઈ જવાની બિમારી હતી. આના પર તેમણે શ્રીદેવીની નજીકના ઘણા લોકોના નિવેદનો પણ શામેલ કર્યા છે.

એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં નાયકે કહ્યું કે “હું પંકજ પારાશર (જેમણે શ્રીદેવીની ફિલ્મ ચાલબાઝનું ડાયરેક્શન કર્યું હતું) અને નાગાર્જુનને મળ્યો હતો” બંનેએ મને બ્લડ પ્રેશર વિશે જણાવ્યું હતું. જ્યારે શ્રીદેવી આ બે સાથે કામ કરતી હતી તે વખતે ઘણી વખત બાથરૂમમાં બેહોશ થઈને પડી ગઈ હતી. ત્યારે આ મામલે હું શ્રીદેવીજીની ભત્રીજી મહેશ્વરીને પણ મળ્યો.

શ્રીદેવીની ભત્રીજીએ પણ મને કહ્યું હતું કે તેમણે શ્રીજીને બાથરૂમના ફ્લોર પર પડતા જોયા હતા અને તેમના ચહેરા પરથી લોહી નીકળી રહ્યું હતું. બોની સરે પણ મને કહ્યું હતું કે એક દિવસ શ્રીજી અચાનક પડી ગઈ હતી. જેમ મેં કહ્યું તેમ, તે લો બ્લડ પ્રેશરની બિમારીથી ઝુજી રહી હતી. આ પહેલા કેરળના ડીજીપીએ કહ્યું હતું કે શ્રીદેવીનું મૃત્યુ અકસ્માત નહીં પણ હત્યા છે. 24 ફેબ્રુઆરી 2018ના રોજ પ્રથમ મહિલા સુપરસ્ટાર શ્રીદેવીના નિધનનાં ચોંકાવનારા સમાચારથી દેશ આખો ચોંકી ઉઠ્યું હતું.

 

Find out more: