JNUના વિદ્યાર્થીઓને ટેકો આપવા ગયેલી દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક વધારે વિવાદમાં આવી છે. એક તરફ આ ફિલ્મને બાયકોટ કરવાની માંગ કરી છે. તે જ સમયે નિર્માતાઓ પણ હવે વિવાદમાં આવી ગયા છે. રિપોર્ટ અનુસાર છપાકમાં રીઅલ એસિડ એટેકના આરોપી નદીમ ખાનનું નામ બદલીને ફિલ્મમાં રાજેશ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં મુસ્લિમ આરોપીનું નામ બદલીને હિન્દુ કરવામાં આવ્યું હોવા અંગે લોકોએ વાંધો ઉઠાવ્યો છે.

માહિતી મુજબ હવે એક ઓનલાઈન મેગેઝિને આ વિવાદની આગમાં પેટ્રોલ રેડ્યું છે. ‘સ્વરાજ્યમેગ’ નામની વેબસાઈટે ટ્રેલરનો હવાલો આપીને સમાચાર મૂક્યા કે ‘છપાક’ ફિલ્મમાં એસિડ અટેકરનો ધર્મ પણ બદલી નાખવામાં આવ્યો છે. સ્વરાજ્ય મેગેઝિનના રિપોર્ટ પ્રમાણે રિયલ લાઈફમાં નદીમ ખાન નામની વ્યક્તિએ લક્ષ્મી અગ્રવાલ પર એસિડ ફેંક્યો હતો, તેનું નામ જ નહીં બલકે ધર્મ પણ બદલીને રાજેશ કરી નાખવામાં આવ્યું છે.

રાજેશ અને નદીમ ખાનના નામ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યા છે. લોકોએ છપાકના નિર્માતાઓની ઘનિષ્ઠતા પર સવાલ ઉઠાવ્યા છે. એક યુઝરે લખ્યું- નદીમ ખાને લક્ષ્મી અગ્રવાલના ચહેરા પર એસિડ ફેંક્યું હતું. મારો સવાલ એ છે કે ફિલ્મમાં નદીમ ખાનનું નામ બદલીને હિન્દુ નામ રાજેશ કેમ કરવામાં આવ્યું? શું શરમજનક હિન્દુઓ હજી પણ ફિલ્મ જોશે.

આ ન્યૂઝ પ્રગટ થયા પછી કેન્દ્રિય મંત્રી બાબુલ સુપ્રીયો અને સુબ્રહ્મણ્યમ સ્વામી જેવા સિનિયર નેતાઓ આ વાતને ટાંકીને ‘છપાક’ અને દીપિકા પાદુકોણના વિરોધમાં આવી ગયા છે. ટ્વિટર પર પણ ‘રાજેશ’ હેશટેગ ટ્રેન્ડિંગમાં છે અને આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં તેમાં 60 હજાર જેટલી ટ્વીટ્સ થઈ ચૂકી છે.

Find out more: