મોદી સરકારની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અને રસ્તા પર ખુલીને બોલનારા દિગ્ગજ ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપનાં કેટલાક જૂના પત્ર ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા પર લીક કરી દીધા છે, જેના દ્વારા તેમણે ઉત્તર પ્રદેશની યોગી સરકાર પાસે ફિલ્મ બનાવવા માટે ફંડ માગવાનો પ્રયત્ન કર્યો હતો. લેટર્સને ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ પ્રવક્તા શલભ મણિ ત્રપાઠીએ ટ્વિટ કર્યું છે.
BJPના પ્રદેશ પ્રવક્તા શલભે લેટર્સની કૉપી શેર કરતા લખ્યું કે, ‘ઊંધા મોઢે પડેલી ફિલ્મો માટે સરકારી ભીખ ના મળી તો અનુરાગ કશ્યપ ગાળાગાળી પર ઉતરી આવ્યા. કેટલીક સરકારો તેમની ફ્લોપ ફિલ્મો પર પણ કરોડો રૂપિયા આપતી હતી. યશ ભારતીનાં પેન્શનનું મધ પણ ચાટતા હતા, યોગીજીએ મફતનું પેન્શન બંધ કરીને પૈસા ગરીબો, વિધવાઓ, ખેડૂતોમાં વહેંચી દીધા, આ ચીડ છે તેમની.’ યૂપી બીજેપી નેતા અનુરાગ કશ્યપનાં ટ્વિટર પર લખેલા શબ્દોને ઉત્તર પ્રદેશમાં તેમની ફિલ્મો માટે માગવામાં આવેલી સબસિડી સાથે જોડીને દેખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અનુરાગ ટ્વિટર પર ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ બોલતા ઘણા જ હુમલાખોર થઈ જાય છે અને ઘણીવાર પોતાના ટ્વિટ્સમાં બીજેપી નેતાઓ માટે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ પણ કરે છે. લેટર્સની તસવીરો વાયરલ થયા બાદ હવે અનુરાગે પણ તેનો જવાબ આપ્યો છે. અનુરાગે કહ્યું કે, બીજેપી તેમને દર વર્ષે બોલાવે છે પરંતુ તેઓ જતા નથી. તેમણે પોતાના ટ્વિટમાં જણાવ્યું કે, ગત વર્ષે જ તેમને ત્રણવાર બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ના ગયા. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલથી લેટર્સની કેટલીક તસવીરો શેર કરી અને લખ્યું, ‘ભક્તો માટે – દર વખતે બોલાવે છે.