JNU વિવાદ હવે દેશ સિવાય વિદેશમાં પણ ચર્ચા જગાવી રહ્યો છે. જ્યારે દીપિકા મેદાને ઉતરી ત્યારે પાકિસ્તાનને પણ બોલવાનો મોકો મળી ગયો હતો. જો કે પાકિસ્તાન તો આ મામલે ટ્વિટ કરીને ફરીથી ડિલેટ કરી દુનિયા સામે ભોંઠુ પડ્યું હતું. પરંતુ આ હિંસા અને વિવાદ દેશમાં ગલી ગલીમાં ચર્ચાઈ રહ્યો છે. હવે આ જ વિવાદ પર 90ના દશકાની અભિનેત્રી રવિના ટંડનનુ નિવેદન સામે આવ્યું છે અને બાળકોને સવાલ કર્યા છે. જેના આધારે તેને વિદ્યાર્થિઓને દેશના વિકાસ માટે અભ્યાસ કરવાની સલાહ આપી છે.  

રવિના ટંડનએ એક ટ્વીટ કરીને સવાલ પૂછ્યો કે, પહેલા કોણે માર્યું? A) પહેલા એણે માર્યું!, B) ના, પહેલા એણે માર્યું! અરે બાળકો દંગાથી નહીં, શિક્ષણથી દેશ આગળ વધે છે. તો તમે એકબીજાને મારવાની જગ્યાએ ભણશો ક્યારે?#taxpayer  લખીને વિદ્યાર્થિઓને પોતાના કેરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવાની ટકોર કરી છે. 

આ પહેલા અનેક સેલેબ્રિટી JNU મામલે પોતાની રાય રાખી ચૂક્યા છે. કોઈ વિદ્યાર્થીના પક્ષમાં છે તો કોઈ વિરોધમાં. એ સિવાય દીપિકાના નુકસાનની વાત કરીએ તો, 2020ની શરૂઆતમાં જ બોલિવૂડની બે મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર આસને-સામને છે. દીપિકાની છપાક અને અજય દેવગણની તાનાજી. આ બંને ફિલ્મોને લઇને સોશિયલ મીડિયામાં પણ ખૂબ ચર્ચાઓ થઇ. આ ચર્ચાની અસર બોક્સ ઓફિસ પર પડવાની સંભાવના પણ છે. 

Find out more: