શનિવારે રોડ અકસ્માતમાં અભિનેત્રી શબાના આઝમી ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલ તેમની હાલત સ્થિર છે. જ્યારે હવે શબાના આઝમીના ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ ટ્રક ડ્રાઇવર તરફથી કરવામાં આવી છે જેનાથી શબાનાની કાર અથડાઇ હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છેકે અભિનેત્રીનો ડ્રાઇવર ખૂબ સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો.
માહિતી મુજબ શબાના આઝમીનો ડ્રાઇવર અમલેશ કામત વિરુદ્ધ મહારાષ્ટ્રના ખાલાપુરમાં FIR નોંધવામાં આવી છે. ટ્રક ડ્રાઇવરે તેની ફરિયાદમાં કહ્યું છે કે શબાના આઝમીનો ડ્રાઇવર સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો. પુણે-મુંબઇ એક્સપ્રેસ હાઇવે પર કારે ટ્રકને ટક્કર મારી દીધી હતી.
રાયગઢ પોલીસ અધીક્ષક અનિલ પરાસ્કારે જણાવ્યું તે આ ઘટના મુંબઇથી આશરે 60 કિલોમીટર દૂર ખાલાપુરની પાસે બપોરે સાડાત્રણ વાગ્યે થઇ. આઝમીની કાર ટ્રકથી ટકરાઇ ગઇ. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગના કૂડચા ઉડી ગયા અને ટ્રકનો પાછળનો ભાગ પણ ડેમેજ થયો છે.
આ ઘટનામાં શબાના આઝમી અને તેમનો ડ્રાઇવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. શબાનાના નાક અને માથામાં ગંભીર ઇજા થઇ છે. પહેલા તેમમણે મુંબઇના એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યા તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો. ખરાબ રીતે ઘાયલ થયેલા શબાના આઝમીને મોડી રાતે ડોક્ટરોની સલાહ પર મુંબઇને કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયાં ડોક્ટરે તેમની હાલત સ્થિર જણાવી છે.