દીપિકા પાદુકોણે લીધેલી JNUની મુલાકાત બાદ વિવાદે વેગ પકડ્યો હતો. દીપિકા એકમાત્ર અભિનેત્રી હતી કે, જેણે ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રેટી 100ની યાદીમાં 2019ના ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. પરંતુ દીપિકાએ જ્યારથી જેએનયુની મુલાકાત લીધી ત્યારપછી તેના વળતાં પાણી શરૂ થયા છે. ફિલ્મ ‘છપાક’ના હાલ શું થયા એ બધાને ખબરપ જ છે. એ સિવાય જાહેરાતોમાંથી પણ હાથ ધોવાઈ ગયાના સમાચાર છે.
દીપિકા પર થયેલ આ વિવાદ બાદ હવે નિર્માતાઓએ એક નવો જ કરાર બહાર પાડ્યો છે. ફિલ્મ મેકર્સે ભેગા થઈને એક કલમ અથવા બોન્ડ સાઈન કરનાનો નિર્ણય લીધો છે. કોઈ પણ સ્ટારની જ્યારે ફિલ્મ માટે કાસ્ટિંગ કરવામાં આવે અથવા જાહેરાત માટે પસંદગી કરવામાં આવે ત્યારે તેની પાસે કરાર કરવામાં આવશે.
હવે નિર્માતા દ્વારા “નૈતિક અથવા વર્તન કલમ” પ્રકારનો એક કરાર ઉમેરાવા જઈ રહ્યો છે. જ્યારે પણ કોઈ સેલિબ્રિટી કંઈ પણ વાંધાજનક વર્તન કરે, કે પછી એવું ખરાબ બોલે ત્યારે તેના પર પ્રતિબંધિત લાદવામાં આવશે. બ્રાન્ડ અથવા મૂવી સ્ટુડિયો પછીથી તે સ્ટાર પર કોઈ પણ પ્રકારનું રોકાણ નહી કરે. આ શરત મુજબ સ્ટાર એવી કોઈ પણ વાંધાજનક વર્તણૂકનહીં કરે કે જેનાથી નાણાનું રોકાણ કરનારી બ્રાન્ડ અથવા ફિલ્મ સ્ટુડિયો માટે કોઇ વિવાદ ઊભો થાય.આ કલમમાં એવી જોગવાઈ હશે કે જો, તે સ્ટાર (હીરો કે હીરોઈન) તેના વર્તણૂકીય ધોરણોને સાચવામાં નિષ્ફળ રહેશે, કે પછી જાહેરમાં તેની ઈમેજ ખરાબ થાય એવું કોઈપણ ખરાબ કામ કરશે તો તેને જાહેરાતોમાંથી હાથ ધોઈ બેસવાનો વારો આવશે.