બોલીવુડ અભિનેતા સલમાન ખાન વિશે નવું નવું જાણવાની ઈચ્છા ધરાવતા ફેન્સ માટે એક નવી ખબર સામે આવી છે. ઈન્ટરનેટ પર તેના નાનપણથી, તેના લવ અફેર અને તેના કાંડ વિશેની માહિતી મળી રહે છે. પરંતુ હાલમાં જે ખુલાસો થયો એ કદાચ કોઈએ સાંભળ્યું નહીં હોય. સલમાને ખુદે આ વાતનો ખુલાસો કર્યો છે.

સલમાનના સિંગલ હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ આજે પણ એક અભિનેત્રીની તસવીરો તે રોજ જુમ કરી કરીને જોવે છે. તેના દિલમાં તેના માટે એક ખાસ સ્થાન છે. મુંબઈ પોલીસની એક ઈવેન્ટ દરમિયાન સલમાન જાતે જ આ ખુલાસો કર્યો અને પ્રોગ્રામમાં રાડારાડ થઈ ગઈ હતી.

આ પ્રોગ્રામના શોનો એક પ્રોમો રીલિઝ કરવામાં આવ્યો છે કે જેમાં કપિલ શર્મા, સલમાન અને કેટરિના જોવા મળી રહ્યા છે. સલમાનને સવાલ કરવામાં આવ્યો કે, તને આટલી છોકરીઓ મેસેજ કરે છે પરંતુ ક્યારેય કોઈની પ્રોફાઈલ જોઈ છે? કોઈની તસવીરને જુમ કરી કરીને જોઈ છે?

આ પ્રશ્ન પર સલમાને કેટરિના તરફ ઈશારો કર્યો અને કહ્યું કે, મે એવું ક્યારેય નથી કર્યું, પણ હું એની બધી જ તસવીરો જુમ કરી કરીને જોઉં છું. આ સાંભળીને બધા હસવા લાગે છે અને કેટરિના બ્લશ કરવા લાગે છે. કેટરિના અને સલમાન કેટલાય વર્ષો સુધી રિલેશનમાં રહ્યા હતા. બન્નેએ સાથે ઘણી ફિલ્મોમા કામ કર્યું છે. પરંતુ બ્રેકઅપ બાદ બન્ને એકબીજાની ઘણી નજીક છે અને સારા મિત્રો છે.

Find out more: