કંગના રનૌત ટુંક સમયમાં તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક મૂવી ‘થલાઇવી’માં નજર આવશે. આ ફિલ્મ જયલલિતાની કહાની પર આધારિત છે. ફિલ્મમાં કંગનાએ જયલલિતાના તમામ અંદાજને પડદા પર ચરિતાર્થ કર્યા છે. હાલમાં એક ઇન્ટરવ્યૂમાં કંગનાએ જયલલિતાની ભરપુર પ્રશંસા કરતા કહ્યુ હતુ કે તેઓ એક ગ્લેમરસ સ્ટાર હતાં.
કંગનાએ હસતા હસતા કહ્યું કે તેઓ મારા જેવા નથી પણ ખુબજ ગ્લેમરસ હતા. જેમકે બોલિવૂડમાં ઐશ્વર્યા છે. તેમના આ પાત્રને પડદા પર લાવવું મારા માટે ખુબજ મુશ્કેલ હતુ. જો કે અમારી વચ્ચે એક વસ્તુમાં ખુબજ સામ્યતા છે અને તે છે અમારા કામથી સંતુષ્ટી નથી. મને પણ એવું લાગે કે હું હજુ કંઈક સારૂ કરી શકી હોત.
કંગનાએ વધુમાં જણાવ્યુ હતુકે એક મહિલા તરીકે જે રીતે તેમણે પરિવાર અને બાળકોના સપના જોયા હશે, લગ્નકરેલા પુરૂષોએ આ વાતોનો ફાયદો ઉઠાવ્યો હશે. ફિલ્મમાં કેટલાક એવા કિસ્સા છે જેમાં તેમની સાથે આ ઘટનાઓ દર્શાવવામાં આવી છે. તેમને સમાજમાં હળહળતુ અપમાન સહન કરવાના દિવસો આવે છે. લોકો તેમને ઉતરતી નજરથી જોવા લાગે છે.
ડાયરેક્ટર એ એલ વિજયના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘થલાઇવી’માં કંગનાને જયલલિતા જેવી દર્શાવવા ભારે ભરખમ મેકઅપનો સહારો લેવામાં આવ્યો છે. આ ફિલ્મ 26 જૂને રિલીઝ થવાની છે દર્શકોને આતુરતાથી તેની રાહ છે. આશા છેકે આ ફિલ્મને સારી સફળતા મળશે.