અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરો ફ્લોપ ગઈ અ પછી લાગે છે કે એના દિવસો સારા નથી જઈ રહ્યા. એકદમ સાદી ભાષામાં કહીએ તો એના પર માઠી બેસી ગઈ હોય એવું લાગે છે. વર્ષ 2019માં ફેન્સ શાહરુખની ફિલ્મની અધીરાઈથી રાહ જોતા હતા પરંતુ એમાં પણ નિરાશ થવાનો વારો આવ્યો. હવે એ વચ્ચે અભિનેતાને બીજી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. રોજવૈલી પોંજી કૌભાંડમાં શાહરૂખ સાથે સંકળાયેલી કંપની સહિત ત્રણ કંપનીઓની 70 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

વાત જાણે એમ છેકે 2015માં શાહરૂખ ખાનને આઈપીએલમાં ફોરેન એક્સચેંજ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ના કથિત ઉલ્લંઘનના મામલે પણ પૂછપરછ કરવામાં આવી હતી. એવી આશંકા છે કે અભિનેતાએ નાઈટ રાઇડર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (KRSPL)ના શેર લગભગ ઓછા ભાવે વેચે છે. સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનને આ  રીતે ઓછા ભાવે શેર વેચવાના નામે ધૂતારો કહેવામાં આવી રહ્યો છે. હાલમાં બોલિવૂડમા આ મુદ્દાની ભારે ચર્ચા થઈ રહી છે.

ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં મલ્ટીપલ રિસોર્ટ્સ પ્રા.લિ., સેન્ટ ઝેવિયર્સ કોલેજ, કોલકાતા અને કોલકાતા નાઈટ રાઇડર્સ સ્પોર્ટ્સ પ્રા.લિ.ની સામે આ કાર્યવાહી કરી છે. શાહરૂખ આઈપીએલ ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સનો સહ-માલિક અને ડાયરેક્ટર છે. આમાં ત્રણ કંપનીઓના બેંક ખાતાઓમાં રૂ .16.20 કરોડ, પશ્ચિમ બંગાળના પૂર્વ મેદનીપુર જિલ્લામાં રામનગર અને મહિષદલની 24 એકર જમીન, મુંબઇના દિલકપ ચેમ્બરમાં એક ફ્લેટ, કોલકાતાના જ્યોતિ બાસુ નગરમાં એક એકર જમીન અને રોજવૈલી જૂથની એક હોટલ શામેલ છે.

Find out more: