બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને અમેરિકાના હ્યૂસ્ટનમાં એક લાઈવ પ્રદર્શનને રદ્દ કરીને ભારત માટે દેશનો હિરો બની ગયો છે. વાત જાણે એમ છેકે સલમાન ખાનનો કાર્યક્રમ રેહાન સિદ્દીકી દ્વારા આયોજીત કરવામાં આવનાર હતો. રેહાન સિદ્દીકી પાકિસ્તાની નાગરિક છે અને અમેરિકામાં ભારત વિરોધી ગતિવિધિઓને ફંડિંગ કરવાનો આરોપી પણ છે.

અહેવાલ પ્રમાણે હ્યૂસ્ટન સ્થિત સિદ્દીનીએ ગત સમયમાં અમેરિકામાં અનેક સ્ટારના કાર્યક્રમો યોજી પૈસા ભેગા કર્યા હતાં. જેને તે ભારત વિરોધી ગતિવિધિઓ પાછળ ખરચી રહ્યો છે. સિદ્દીકી બોલિવૂડ સ્ટાર્સ સાથે સંગીત સમારોહનું આયોજન કરતો રહ્યો છે અને તેને અત્યાર સુધીમાં 400થી વધારે શોની યજમાની કરી છે. સૈફ અલી ખાન, મીકા સિંહ, પંકજ ઉધાસ તથા રેપર બાદશાહ પણ સિદ્દીકીના કાર્યક્રમનો ભાગ રહી ચુક્યા છે. 

રેહાન સિદ્ધીકીના આ કાર્યક્રમને લઈને પણ સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. સિદ્ધીકી વર્તમાનમાં હ્યૂસ્ટનમાં સીએએ વિરોધી પ્રદર્શન આયોજીત કરવાની યોજના બનાવીએ રહ્યો છે.

સલમાન ખાન હાલ પોતાના રિયાલિટી શો ‘બિગ બોસ’ના ફિનાલેની તૈયારીમાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં જ શોના વિજેતાના નામ જાહેર કરવામાં આવશે. સાથે જ સલમાન પોતાની આગામી ફિલ્મ ‘રાધે’ના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. પરંતુ સલમાનને જાનકારી હાથ લાગી હતી કે હ્યુસ્ટન ખાતેનો તેનો કાર્યક્રમ પાકિસ્તાની નાગરિક સિદ્દીકી કરી રહ્યો છે તો તેણે એક જ ઝાટકે આ કાર્યક્રમ રદ્દ કરી નાખ્યો હતો.

Find out more: