આજે 9 ફેબ્રુઆરીએ બોલિવૂડ અભિનેત્રી અમૃતા સિંહ પોતાનો 62મો જન્મદિવસ મનાવી રહી છે. આજે વિશ્વ ભલે અમૃતા સિંહને સારા અલી ખાનની માતા અને સૈફ અલી ખાનની ભૂતપૂર્વ પત્ની તરીકે જાણે છે. પરંતુ તે બોલિવૂડની નામી અભિનેત્રીઓમાંની એક હતી. શીખ પરિવારમાં જન્મેલી અમૃતાની કહાની કોઈ ફિલ્મ સ્ટોરીથી ઓછી રસપ્રદ નહોતી. તમે પણ આ કહાની સાંભળીને દંગ રહીં જશો.
અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની લવ સ્ટોરીમાં બંનેના ઉંમરમાં તફાવત સાથે સાથે કારકિર્દીમાં પણ મોટો તફાવત હતો. સૈફે બોલિવૂડમાં પગ મૂક્યો ત્યાં સુધીમાં તો અમૃતા બોલિવૂડની ટોચની અભિનેત્રી તરીકે ઉભરી આવી હતી. રાહુલ રાવલીની ફિલ્મના સેટ પર બંનેની પ્રથમ મુલાકાત થઈ હતી.
આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને કાજોલ મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મ દરમિયાન જ્યારે સૈફે પહેલીવાર અમૃતાને જોઈ ત્યારે તે તેનો દિવાનો થઈ ગયો. તે જ સમયે જ્યારે તે બંને પ્રથમ વખત ડેટ પર ગયા ત્યારે અમૃતા સૈફથી એટલી પ્રભાવિત થઈ ગઈ હતી કે તેણે સૈફને કિસ કરી લીધી. આ પછી બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. પછી તેમના સંબંધોને આગળ વધારવાનું નક્કી કર્યું અને 1991માં બંનેના લગ્ન થયા.
આખી દુનિયાએ તો હેરાની થઈ જ હતી, પરંતુ તે બંનેના લગ્નથી બોલિવૂડ અને બંનેના પરિવારજનોને પણ હેરાની થઈ હતી. કારણ કે બંનેએ ગુપ્ત રીતે લગ્ન કર્યાં હતાં. જો કે, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને 2004માં બંનેએ છૂટાછેડા લીધા. ત્યારબાદ સૈફે 2012માં કરીના કપૂર સાથે લગ્ન કર્યા. જેનો એક પુત્ર તૈમૂર છે. તો અમૃતા અને સૈફના બે બાળકો સારા અને ઇબ્રાહિમ છે. જેમાંથી સારા આજે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે.