સિંગર નેહા કકક્ડ તેના લવ અફેરના મામલે ફરી એકવાર ચર્ચામાં આવી છે. જ્યારે બ્રેકઅપ થયું ત્યારે બધાની સામે રડી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી બોયફ્રેન્ડ હિમાંશનું કોઈ નિવેદન સામે આવ્યું નહોતું. પરંતુ જેવું જ હિમાંશે કંઈ કહ્યું કે, નેહા તરત ભડકી અને હવે ધમકી આપી દીધી છે. હિમાંશે કહ્યું હતું કે, નેહાએ આખો મામલો જ ખોટી રીતે રજુ કર્યો છે.

 

હવે હિમાંશુના આ નિવેદન પર નેહાએ એક પોસ્ટ શેર કરી છે. તેમા હિમાંશનું નામ લીધા વગર તેના પર નિશાન સાધ્યુ છે. તેમાં ચોખ્ખુ કહ્યું કે, મારાથી દુર રહો, નહીંતર તારા પરિવારને પણ નહીં છોડું. નેહા કક્કડની આ પોસ્ટ હાલમાં ખુબ જ વાયરલ થઈ રહી છે. લાખો લોકો સુધી આ વાત પહોંચી ચૂકી છે.

 

નેહા આ પોસ્ટમાં લખ્યું કે, જે લોકો મારા માટે ખરાબ બોલે છે, એ કંઈ જ નથી. તે ફેક અને જલન કરતાં લોકો છે. તે ફેમસ થવા માટે મારો ઉપયોગ કરે છે. આ પેહલા પણ આવું કર્યું છે. એવા લોકોને હું કહીશ કે, તમે તમારા કામના કારણે ફેમસ થાઓ, મારા કારણે નહીં.

 

નેહાએ આગળ કહ્યું કે, જો મે મારુ મોઢું ખોલ્યું તો, તમારી મા, બહેન અને પિતા બધાની હરકતોની પોલ ખોલી નાખીશ. તે લોકોએ મને જે કહ્યું અને મારી સાથે જે કર્યું એ બધું સામે લાવીશ. મારું નામ ઉપયોગ કરવાની હિંમત ન કરો. દુનિયાની સામે ખુદને બિચારો અને મને વિલન બનાવવાની કોશિશ ના કરો. આ ચેતાવણી છે. મારાથી અને મારા નામથી દુર રહો.

Find out more: