‘અવર નેક્સ્ટ ઈઝ અ ક્રેઝી કોમેડી!’ પોતાની નવી ફિલ્મની જાહેરાત કરતાં ‘મેડોક ફિલ્મ્સ’એ આ વાક્ય લખ્યું હતું. આ અપકમિંગ કોમેડી ફિલ્મમાં રાજકુમાર રાવ તથા ક્રિતિ સેનન ડિમ્પલ કાપડિયા અને પરેશ રાવલને પેરેન્ટ્સ તરીકે દત્તક લેશે. આ ફિલ્મને દિનેશ વિજન પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. જ્યારે ગુજરાતી ડિરેક્ટર અભિષેક જૈન આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરી રહ્યાં છે. અભિષેક જૈન આ ફિલ્મને ડિરેક્ટ કરશે.

 

સાથેની વાતચીતમાં અભિષેક જૈને કહ્યું હતું કે આ ફિલ્મમાં માત્ર તેઓ જ ગુજરાતી છે. ફિલ્મની વાર્તા દિલ્હીમાં બેઝ્ડ હશે. ફિલ્મ કેવી રીતે મળી? તે સવાલના જવાબમાં અભિષેક જૈને કહ્યું હતું કે તેઓ બોલિવૂડમાં કામ કરવા માગતા હતા અને મેડોક ફિલ્મ્સે તેમને આ ફિલ્મ અંગે વાત કરી હતી અને તેમને આ ફિલ્મ પસંદ આવી હતી. તેમના માટે આ ફિલ્મ એક ઓપોર્ચ્યુનિટી જેવી છે અને તેઓ નવા પડકારને લઈ કામ કરવા તૈયાર છે.

 

આ ફિલ્મમાં રાજકુમાર રાવ તથા ક્રિતિ સેનન માતા-પિતા તરીકે ડિમ્પલ કાપડિયા તથા પરેશ રાવલને દત્તક લે છે. જોકે, તેમણે જેવા પેરેન્ટ્સની ઈચ્છા રાખી હતી, તેવા આ બિલકુલ હોતા નથી અને તેમના જીવનમાં મુસબીતો આવે છે. પ્રોડ્યૂસર દિનેશ વિજને કહ્યું હતું કે આ ફિલ્મનો વિચાર તેમને રિયલ લાઈફમાંથી આવ્યો હતો પરંતુ કોઈ ચોક્કસ ઘટનામાંથી તેમને આ ફિલ્મની પ્રેરણા મળી નથી. તેઓ ક્રિતિ તથા રાજકુમાર સાથે અન્ય એક પ્રોજેક્ટને લઈ ચર્ચા કરતા હતા, 

Find out more: