બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુની આગામી ફિલ્મ ‘થપ્પડ’ 28 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ્સ યોજવામાં આવ્યું હતું અને ફિલ્મની ઘણી જ પ્રશંસા કરવામાં આવી હતી. આ ફિલ્મને સેન્ટર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને એક પણ કટ વગર U (અનરિસ્ટ્રિક્ટેડ) સર્ટિફિકેટ આપ્યું છે.

 

ડિરેક્ટર અનુભવ સિંહાની આ ફિલ્મ 144.28 મિનિટની છે. ફિલ્મમાં તાપસી ઉપરાંત પવેલ ગુલાટી તથા કુમુદ મિશ્રા મહત્ત્વના રોલમાં છે. ફિલ્મને અનુભવ સિંહા તથા ભૂષણ કુમારે પ્રોડ્યૂસ કરી છે.

 

આ ફિલ્મ ડોમેસ્ટિક વાયોલન્સ પર આધારિત છે. તાપસીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ડોમેસ્ટિક વાયલોન્સ મોટાભાગના ઘરોમાં થાય છે પરંતુ લોકો એમ કહેતા હોય છે કે આ બધું તેમના ઘરમાં નથી થતું. અપર મિડલ ક્લાસ તથા એજ્યુકેટેડ લોકો આવું કરતા નથી. આ ફિલ્મમાં તાપસીને તેનો પતિ થપ્પડ મારે છે અને પછી તે પતિ સાથે રહેવા માગતી નથી. તેના પર આ ફિલ્મ આધારિત છે.

 

અનુભવ સિંહાની ગયા વર્ષે ‘આર્ટિકલ 15’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના હતો. આ ફિલ્મમાં સેન્સર બોર્ડે કેટલાંક મોડિફિકેશન સૂચવ્યા હતાં.

 

આ ફિલ્મ મહિલા સશક્તિકરણ પર આધારિત છે. તેઓ પહેલીવાર એવી ફિલ્મ બનાવી રહ્યા છે જેનો વિષય મહિલા પર આધારિત છે. ‘મુલ્ક’ બાદ અનુભવ સિન્હા અને તાપસી ફરીવાર આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રિલીઝ થશે.

Find out more: