એક્ટ્રેસ શ્રુતિ હાસને બોડી શેમિંગને લઇ ટ્રોલ કરનારા લોકોને જોરદાર જવાબ આપ્યો છે. શ્રુતિએ પોતાની એક તસવીર શેર કરતા પ્લાસ્ટિક સર્જરીની વાત કહી. સાથે જ તેના લુક્સને લઇ ટ્રોલ કરનારા લોકોને તગડો જવાબ આપ્યો છે.

 

તેણે ઇન્સ્ટાગ્રામ પર એક લોકોજ શેર કરતા લખ્યુ-‘મને લોકોની સલાહથી કોઇ ફરક પડતો નથી પરંતુ વારંવાર તમે મોટા છો, તમે પાતળા લોકોને એડવાઝ કરવું ખુબ મુશ્કેલ હતું. આ બંન્ને તસવીરો લેવામાં માત્ર ત્રણ દિવસનો ફરક છે. મને ચોક્કસપણે વિશ્વાસ છે કે એવી મહિલાઓ હશે જે મારી સ્થિતિને સમજતી હશે. આવું ગણી વખત થયુ છે જ્યારે હું મેન્ટલી અને ફિજિકલી મારા હોર્મોશની દયા પર હોવ છું. હું સમય અનુસાર તેની સાથે સંબંધ મજબૂત કરવાની કોશિશ કરી રહી છું. સારિરીક બદલાવ જોવુ કોઇ સરળ નથી.’


તેણે આગળ લખ્યું,’આ મારી જિંદગી છે અને હા મેં પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. હું આ માટે જરા પણ શરમ અનુભવતી નથી. અને હું તેને પ્રમોટ પણ કરી રહી નથી અને ન તો હું તેના વિરોધમાં છું. બસ મેં મારી જિંદગી આવી રીતે જ જીવવાનો નિર્ણય કર્યો છે. પોતાના પર અને બીજા લોકો પર આપણે એટલો જ એહસાન કરી શકીએ કે આપણે આપણા શરિર સાથે થતા બદલાવને અપવાની શકીએ છીએ. પ્રેમ વહેંચો અને શાંતિથી રહો. હું દરરોજ પોતાની જાતને વધારે પ્રેમ કરવાનું સીખી રહી છું કારણ કે મારા જીવનની સારી લવ સ્ટોરી મારા થકી જ છે.’

 

આ પોસ્ટ બાદ શ્રુતિને લોકો તરફથી ખુબ સપોર્ટ મળી રહ્યો છે. શ્રુતિ ગત ગણા દિવસોથી ફિલ્મોથી દૂર હતી પરંતુ આ વર્ષે તે લાબમ અને ક્રૈક જેવી ફિલ્મોમાં નજર આવશે.

Find out more: