અભિનેતા સુનીલ શેટ્ટી શુક્રવારે મુંબઈમાં યોજાયેલી એક સ્ટોર લોન્ચની ઈવેન્ટમાં સામેલ થયા હતા. આ દરમિયાન મીડિયાએ એમને દિલ્હીમાં થયેલી હિંસા પર પ્રતિક્રિયા માગવામાં આવી, ત્યારે સુનીલ શેટ્ટીએ આ હિંસામાં સામેલ લોકોને આ માટે જવાબદાર ઠેરવ્યા હતા. સુનીલે એવું પણ કહ્યું કે જ્યારે કોઈ પોલીસમેનની હત્યા થાય છે ત્યારે બહુ એમને દુઃખ થાય છે. એમણે એવું પણ ઉમેર્યું કે નાગરિકા સંશોધન એક્ટ (CAA) અને તેના ઈમ્પ્લિમેન્ટેશનને સમજવાની જરૂર છે.

 

સુનીલ શેટ્ટીએ કહ્યું, ‘આપણી વિચારસરણી જ એવી થઈ ગઈ છે. આપણે સરકારને કે જેને-તેને દોષ દેતા ફરીએ છીએ. પરંતુ આપણે કોઈ અલગ રસ્તે ચાલી નીકળીએ છીએ તો કોઈના કહેવા પર જ જઈએ છીએ ને. ઈન્ડિયાની ખૂબસૂરતી જ એ છે કે બધાં કલ્ચરના લોકો સાથે મળીને રહે છે. મારા પોતાના પરિવારમાં હિંદુ, મુસલમાન, સિખ, ખ્રિસ્તી બધા જ છે. આ રીતે જ હું મારા દેશને પણ જોઉં છું. જો દરેક વ્યક્તિ ગાંઠ વાળી લે કે અમે ઝઘડા નહીં કરીએ, રાજકીય ફાયદો ગમે તેનો હોય, નુકસાન આપણું શા માટે થાય? ત્યારે જ બધું શાંત થઈ શકે તેમ છે.’

 

સુનીલે આગળ ઉમેર્યું કે, ‘CAAને સમજવો બહુ જરૂરી છે. તેનું ઈમ્પ્લિમેન્ટેશન સમજવું જરૂરી છે. યુનિફોર્મમાં રહેલી એક વ્યક્તિની હત્યા થાય છે ત્યારે બહુ દુઃખ થાય છે. એક માણસ જે દેશ માટે બધું જ કરી રહ્યો છે, આર્મી, નેવી, એરફોર્સ, CRPF, મને લાગે છે કે આપણે સૌએ તેનું સન્માન કરવાનું શીખવાની બહુ જરૂર છે.’

Find out more: