બોલીવુડ એક્ટર રીતિક રોશને હોલિવૂડમાં જવાનું નક્કી કર્યું છે. પ્રિયંકા ચોપરા તથા દીપિકા પાદુકોણ બાદ હવે રીતિક રોશન હોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહ્યો હોવાની માહિતી મળી રહી છે. 

 

માહિતી મુજબ કેલિફોર્નિયાની એજન્સી ગેર્શ (Gersh Agency)એ રીતિક રોશનને સાઈન કર્યો છે. મેનેજર અમૃતા સેન અને ભારતમાં KWAN કંપની સાથે મળીને રીતિક રોશન ગેર્શનું પ્રતિનિધિત્વ કરશે.

 

અમૃતા સેને કહ્યું હતું કે રીતિક હંમેશાંથી મહેનતી રહ્યો છે. છેલ્લાં 20 વર્ષથી રીતિક રોશન ભારતીય સિનેમાને નવી ઊંચાઈઓ પર લઈ ગયો છે. રીતિક એ વાતને લઈ ઉત્સાહી છે કે તે ગ્લોબલ માર્કેટ માટે વિશ્વના અન્ય દેશોની વાર્તાઓ વધુ મજબૂત બનશે. વધુમાં અમૃતાએ કહ્યું હતું કે રીતિકના નેતૃત્વમાં તેનું લક્ષ્ય એ છે કે તે ભારતને વૈશ્વિકરણ તથા વિવિધતાની દિશામાં આગળ વધારે. ગેર્શની પાર્ટનરશિપમાં રીતિકના મહત્ત્વકાંક્ષી વિઝનને વિશ્વભરમાં લઈ જવામાં આવે. હાલમાં રીતિક રોશન ‘ક્રિશ 4’માં વ્યસ્ત છે.

 

ઉલ્લેખનીય છે કે રીતિકે વર્ષ 2000માં ‘કહો ના પ્યાર હૈં’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી. ત્યારબાદ રીતિક રોશન ‘ફિઝા’, ‘મિશન કશ્મીર’, ‘કોઈ મિલ ગયા’, ‘ધૂમ 2’, ‘જોધા અકબર’, ‘ગુઝારિશ’, ‘ઝિંદગી ના મિલેંગી દોબારા’, ‘અગ્નિપથ’ જેવી ફિલ્મ્સમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મોમાં તેનો શાનદાર રોલ રહ્યો હતો. તેના ચાહકોને આ ફિલ્મો બહુ ગમી જેના આધારે રીતિકની કારકિર્દીમાં વધારો થયો હતો. 

Find out more: