બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનને તેની અપકમિંગ ફિલ્મ ‘મિમિ’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. ફિલ્મની કાસ્ટ અને ક્રૂ સાથેના ફોટો કૃતિએ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. મરાઠી ફિલ્મ ‘માલા આઈ વ્હાયચય’ નામની ફિલ્મ પર આધારિત આ ફિલ્મમાં સરોગરીની વાત છે. આ ફિલ્મને 2011માં મરાઠી ફિલ્મનો બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ અવોર્ડ મળ્યો હતો. ‘લુકા છુપી’ ફેમ ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકર ફિલ્મના ડિરેક્ટર છે.

 

કૃતિએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા લખ્યું કે, ‘ઇટ્સ અ રેપ. મિમિ એક ઘણો સારો અનુભવ હતો. સૌથી વધુ સંતોષ આપતું શેડયૂઅલ અને મહેનતુ કાસ્ટ અને ક્રૂ. જ્યારે બધા સાથે મળીને એક સુંદર ફિલ્મ બનાવવા મહેનત કરે છે તેની અનુભૂતિ જ અલગ હોય છે. આ મારા દિલની નજીક છે.’

 

આ ફિલ્મ માટે ખાસ કૃતિ સેનને 15 કિલો વજન વધાર્યું હતું. ફિલ્મની સ્ટારકાસ્ટમાં કૃતિની સાથે પંકજ ત્રિપાઠી પણ સામેલ છે. ફિલ્મમેકર દિનેશ વિજન સાથે ‘બરેલી કી બર્ફી’, ‘લુકા છુપી’ ફિલ્મ બાદ પંકજ ત્રિપાઠી અને કૃતિ સેનન ફરીવાર આ ફિલ્મમાં સાથે દેખાશે.

 

 

અભિનેત્રીએ ફિલ્મના કાસ્ટ અને ક્રૂ સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. મરાઠી ફિલ્મ ‘માલા આઈ વ્હાયચય’ નામની ફિલ્મ પર આધારિત આ ફિલ્મમાં સરોગરીની વાત છે. આ ફિલ્મને 2011માં મરાઠી ફિલ્મનો બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ અવોર્ડ મળ્યો હતો. ‘લુકા છુપી’ ફેમ ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકર ફિલ્મના ડિરેક્ટર છે.

Find out more: