સોશિયલ મીડિયા પર ખાસ કરીને બીજેપીનું સમર્થન કરનારી અભિનેત્રી પાયલ રોહતગી ટ્રોલર્સના નિશાન પર આવી ગઇ છે. જોકે તેણે યસ બેન્કના મુદ્દા પર એક ટ્વીટ કરી હતી અને આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. તે બાદ ટ્રોલર્સે તેની પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું.
પાયલ રોહતગીએ પહેલા એક ટ્વિટ કર્યું જેમા તેણે પીએમઓ અને ગૃહ મંત્રાલયને ટેગ કરતા લખ્યું હતું આ યોગ્ય નથી…યસ બેન્કને પહેલાની જેમ ચાલુ કરો. મારા પપ્પાના પૈસા ફસાઇ ગયા છે. આ ઉભરતી અર્થવ્યવસ્થાનો સંકેત તો નથી.
જોકે, થોડીક વાર બાદ રોહતગીએ તેનું આ ટ્વીટ ડિલીટ કરી દીધુ અને એક બીજુ ટ્વિટ કર્યું જેમા તેણે પિતાન પૈસા ફસાવવાની વાત હટાવી દીધી અને તે બાદ પાયલ રોહતગી ટ્રોલર્સના નિશાન પર આવી ગઇ.
તમામ યૂજર્સે રોહતગીને બીજેપીના સપોર્ટ વાળા તે જૂના ટ્વિટ્સના સ્ત્રીન શોટ્સ શરે કરતા તેની આલોચના કરવા લાગ્યા ઘણા યૂજર્સે તેની પર નિશાન સાધતા લખ્યું અરે દેશના હિતમાં આટલું બલિદાન ન આપી શકે?
એક યૂઝરે પાયલ રોહતગીના ટ્વીટને શેર કરતા લખ્યું કે અરે..મોદીજીએ કર્યું છે તો કઇ સમજી વિચારીને કર્યું હશે. એક બીજા યુઝરે લખ્યું કે આપણા જવાન બોર્ડર પર ઉભા છે અને તમારા બાપના પૈસા ડૂબતા દેખાઇ રહ્યા છે.