થપ્પડ ફિલ્મને ક્રિટિક્સના સારા રિવ્યું મળ્યા છે જે અનુભવ સિંહાના નિદર્શનમાં બનેલી છે. પરંતુ આ ફિલ્મ દર્શકોનો ખાસ પસંદ નથી આવી. જેવી આશા હતી ફિલ્મ એવું પ્રદર્શન કરી શકી નથી. થપ્પડના પહેલા અઠવાડિયામાં કમાણી કુલ 22.79 કરોડ રહી છે. ફિલ્મની આવી હાલત જોઇને અનુભવ સિન્હા બોખલાઇ ગયા છે. તેમણે ગુસ્સામાં ગંદી ગાળો લખી દીધી છે.

 

ખરેખર ફિલ્મ બોક્સ ઓફિસ કલેક્શન પર સવાલ ઉઠાવતા યૂઝરે લખ્યું કે થપ્પડ ભલે બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન બતાવી ન શકી પરંતુ ફિલ્મ ખૂબ સારી છે. યૂઝરના આ ટ્વિટ પર નિર્દેશક સુધીર મિશ્રાએ જવાબ આપતા લખ્યું કે થપ્પડે સારુ પ્રદર્શન કર્યું છે. પહેલા અઠવાડિયામાં તાપસીની ફિલ્મે 21 કરોડનું કલેક્શન કર્યું હતું તેનો મુદ્દો ખાસ છે. પરંતુ જ્યારે તમે આ પ્રકારની ફિલ્મો બનાવો છો કો કેટલાક લોકો તેને પસંદ કરતા નથી અને આ જરૂરી મુદ્દા નથી.

 

સુધીર મિશ્રાના આ ટ્વિટ પર જવાબ આપતા અનુભવ સિન્હા ગુસ્સામાં આવી ગયા છે. તેમણે લખ્યું છે કે તમારી જાણકારી માટે કહી દઉં કે હું મારા પૈસાથી મારી ફિલ્મ બનાવું છું. કે મિત્રોના પૈસા થી, અને તે મારી સાથે કામ કરવાથી રોકાઇ ન શકે. હું લોકોના પ્રેમ માટે ફિલ્મો બનાવું છું. જે રીતે જીંદગીમાં જીવું છું એવું તે માત્ર તેમના સપનામાં વિચારી શકે છે. અને આ મારા માટે એક બાઇ પ્રોડક્ટથી વધીને કઇ નથી.

 

અનુભવ સિન્હાએ ગંદી ગાળો ભાંડી છે. જેની પર એક મહિલા પત્રકારે વિરોધ કર્યો છે. તે બાદ અનુભવ સિન્હાએ માફી માંગતા લખ્યું મારી ભાષા માટે માફી માંગું છું. આ તે 150 લોકોના પ્રેમના કારણથી છે જેણે થપ્પડ બનાવી, જે ફિલ્મને હાલ બેઇજ્જત કરવામાં આવી રહી છે. જેથી મને ગુસ્સો આવી ગયો. દરેક મહિલાઓ તેમજ નાના મોટાથી માફી માંગું છું, સોરી…

Find out more: