બ્રિટિશ એડવેન્ચરર બેયર ગ્રિલ્સે ‘ઈન ટૂ ધ વાઈલ્ડ’નું નવું ટિઝર શૅર કર્યું હતું. આ ટીઝરમાં બેયરે ખુલાસો કર્યો હતો કે 70 વર્ષીય રજનીકાંતે તમામ ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો. આ ટીઝર શૅર કરીને બેયરે પોસ્ટ કર્યું હતું, સુપરસ્ટાર રજનીકાંત સતત હકારાત્મક રહે છે અને ક્યારેય હિંમત ના હારતા નથી, દરેક ચેલેન્જ સ્વીકારનારા..આદર. ‘ઈન ટૂ ધ વર્લ્ડ વિથ બેયર ગ્રિલ્સ’ 23 માર્ચે રાત્રે આઠ વાગે.

 

એક મિનિટના આ ટીઝરમાં બતાવવામાં આવ્યું છે, રજનીકાંત જંગલની અંદર આવેલા તળાવમાં એટીવી (ઓલ ટેરેન વ્હીકલ) સાથે જતા જોવા મળે છે. આ ઉપરાંત તેઓ દોરડાની મદદથી ઉપર ચઢવાનો પ્રયાસ કરે છે અને જંગલમાં સર્વાઈવ થવા માટે અન્ય કેટલીક ડેન્જરસ એક્ટિવિટી કરતાં જોવા મળ્યાં હતાં. રજનીકાંત તથા બેયર જૂના બ્રીજ પર ચાલતા જોવા મળ્યાં હતાં. આ વીડિયોમાં રજનીકાંત કહે છે કે આ રિયલ એન્ડવેન્ચર છે અને તેઓ પોતાની ટ્રેડ માર્ક સ્ટાઈલ સાથે સનગ્લાસ પહેરે છે.

 

રજનીકાંત આ શોથી ટીવી પર ડેબ્યૂ કરી રહ્યાં છે. તેમણે 28થી 30 જાન્યુઆરીની વચ્ચે બાંદીપુર ટાઈગર રિઝર્વમાં શૂટિંગ કર્યું હતું. રજનીકાંત પહેલાં બેયર ગ્રિલ્સનો નરેન્દ્ર મોદી સાથેનો ‘મેન vs વાઈલ્ડ’નો એપિસોડ ઉત્તરાખંડના જિમ કોર્બેટ નેશનલ પાર્કમાં શૂટ થયો હતો. 

 

ઉલ્લેખનિય છેકે રજનીકાંતે 28થી 30 જાન્યુઆરીની વચ્ચે કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વમાં શૂટિંગ કર્યું હતું. શૂટિંગ બાદ બેયરે રજનીકાંત સાથેના શૂટિંગ અનુભવ પર કહ્યું હતું કે પીએમ મોદી સાથેના એપિસોડ બાદ સુપરસ્ટાર રજનીકાંત તેમના શોથી ટીવી પર ડેબ્યૂ કરવાના છે. 

Find out more: