બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરે કેટલાક દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી જ તે સોશિયલ મીડિયામાં ટ્રેંડ કરી રહી છે અને ચર્ચામાં છે. કરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગોસિપ ક્વીનના નામથી પ્રખ્યાત છે. ફેન્સે કરીનાને તૈમૂર સાથેની તસવીર ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવાનું કહ્યું તો તેણે તેમની આ ઇચ્છા તરત જ પૂર્ણ કરી હતી.
હવે કરીનાને લઇ વધુ એક વાત સામે આવી છે. તે એ છે કે આખરે કરીના ઇન્સ્ટાગ્રામ પર કેટલા લોકોને ફોલો કરે છે. કરીના ઇન્સ્ટાગ્રામ પર ટોટલ 18 લોકોને ફોલો કરે છે. જેમા મલાઇકા અરોરા, અમૃતા અરોરા, કરિશ્મા કપૂર, અર્જુન કપૂર, સોનમ કપૂર, કરણ જોહર, રિતિક રોશન, પરિવારમાં સોહા અલી ખાન, કુણાલ ખેમુ અને ઇબ્રાહિમ અલી ખાન જેવા નામ શામેલ છે. પરંતુ સારા અલી ખાનને નહી. આ પાછળ ખરેખર શું કારણ છે તેના વિશે તો કોઇ જાણકારી મળી શકી નથી પરંતું ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા છે કે, આખરે કરીના કપૂર સારા અલી ખાનને ઇન્સ્ટાગ્રામ પર શામાટે ફોલો કેમ નથી કરી રહી.
વર્ક ફ્રંટની વાત કરીએ તો કરીના કપૂરની તાજેતરમાં જ ફિલ્મ ગુડ ન્યૂઝ રિલીઝ થઇ હતી, જેને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્યો. આ ફિલ્મમાં કિયારા અડવાણી, અક્ષય કુમાર અને દિલજીત દોસાંજ મુખ્ય ભૂમિકામા હતાચ. આ સિવાય કરીના કપૂરની 13 માર્ચે અંગ્રેજી મીડિયમં રિલીઝ થશે. જેમા તે ઇરફાન ખાન સાથે નજર આવશે અનવે આ ફિલ્મમાં તે એક કોર્પની ભૂમિકામાં નજર આવશે.