હરિયાણાની સ્ટાર ડાન્સર અને સૌની મનપસંદ કલાકાર સપના ચૌધરીના જીવનમાં નવો મોડ આવી રહ્યો છે. લાખો લોકોના દિલ તોડી સપના કોઇ એક દિલમાં હંમેશા માટે વસી જવાની છે. સપનાએ લગ્નના બંધનમાં બંધાઈ સાત ફેરાની તૈયારીઓ કરી લીધી છે. કોણ છે આ ખુશકિસ્મત જેણે સપનાનું દિલ જીત્યુ આઓ જાણી લઈએ.

 

સપના ચૌધરી હરિયાણાના વીર સાહૂને ડેટ કરી રહી છે. વીરને હરિયાણાનો બબ્બૂ માન કહેવામાં આવે છે. વીર સિંગર અને એક્ટર બંને છે. વીરનો કેટલાયે મ્યુઝિક વીડિયો વાયરલ થયા છે. આજકાલ બંનેના અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું છે. કહેવાય છે કે આ જોડલુ ટુંક સમયમાં એકબીજા સાથે જોડાઇ જશે.

 

સપના જ્યારે મોકો મળે ત્યારે વીર સાહૂની પ્રશંસા કરતી રહે છે. સપના વીર અંગે કહે છે કે તે સાફ દીલનો છે સપના અને વીર 2015-16માં પહેલી વખત એક એવોર્ડ સમારોહમાં મળ્યા હતા. સપનાને પહેલા તો વીર ખુબજ ખડુસ લાગ્યો કેમકે તેની સાથે કોઈ વાત જ ન થઇ ધીરે ધીરે મુલાકાતો વધી એક બીજાને સમજવા લાગ્યા અને પ્રેમ પાંગર્યો.

 

સપના અને વીરે ગુપસુપ સગાઈ કરી લીધી છે હાલ સોશિયલ મીડિયા પર બસ આ કપલની જ ચર્ચા છે. હવે તો દર્શકો પણ આતુર થયા છે કે સપના ક્યારે પ્રભુતામાં પગલા પાડશે. જો કે સપનાએ હજુ લગ્ન અંગે કોઈ જાહેરાત કરી નથી.

Find out more: