કોરોના વાયરસથી આખી દુનિયાની સાથે બોલિવૂડને પણ મોટું નુકસાન થયું છે. રોજ થતું શૂટિંગ બંધ છે અને કેટલીય ફિલ્મોની રીલિઝ તારીખ પણ ટાળી દેવામાં આવી છે. પરંતુ એ વચ્ચે અક્ષય કુમારની સુર્યવંશી અને રણવીર સિંહની 83 ફિલ્મને સૌથી મોટું નુકસાન ભોગવવું પડશે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મનું ઈન્શોરેન્સ નથી થયું. જેને લઇને આ બન્ને અભિનેતાને નુકશાન ભોગવવાનો આવ્યો છે. 

 

રોહિત શેટ્ટીની સુર્યવંશી 24 માર્ચે રીલિઝ થવાની હતી. પરંતુ કોરોના વાયરસને કારણે અને લોકડાઉનના કારણે પહેલાથી જ ફિલ્મની રીલિઝ અટકાવી દેવામાં આવી છે. આ ફિલ્મોને એટલું તગડું નુકસાન ભોગવવું પડશે, કારણ કે તે હજુ રીલિઝ નથી થઈ. એક ખબર પ્રમાણે વાત કરીએ તો, ઈંશ્યોરેન્સ પોલીસીમાં કહેવામાં આવ્યું છે કે જે ફિલ્મ રીલિઝ નથી થઈ અથવા થિયેટરમાં લગાવવામાં નથી આવી, કોરોના વાયરસને લઈ લોકડાઉનમાં એનુ નુકસાન ભરપાઈ થઈ શકે એમ નથી.

 

બીજા એક અખબારે આ સંબંધમાં ઈંશ્યોરેન્સના કેટલાક જાણકારો સાથે વાતચીત કરી છે. તેના પ્રમાણે ફ્રેબુઆરીથી કોરોના વાયરસને લઈ કેટલીય અસર પડી છે. ફિલ્મની રીલિઝ રોકી શકાય અથવા તો ફિલ્મનું શૂટિંગ પોસ્ટપોર્ન કરી શકાય. 

 

અલાઈન્સ ઈંશ્યોરેન્સનું કહેવું છે કે, નુકસાન તો કવર નહીં થાય, પરંતુ એના ક્લાઈન્ટસ વેડર્સ સાથે વાતચીત કરીને અમુક વસ્તુઓને મેનેજ કરવામાં લાગ્યા છે. શૂટને રિશેડ્યુલ કરવું એક સામાન્ય વાત છે, પરંતુ ફિલ્મની રીલિઝ ડેટ ટાળવી એ એક કોમર્શિયલ કોલ છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને લઈ સુર્યવંસી અને 83 સિવાય કેટલીય ફિલ્મો પર અસર પડશે.

 

Find out more: