દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં આવેલી મરકજમાં આયોજિત તબ્લીગી જમાતમાં ધાર્મિક જલસાને લઈ દેશભરમાં કોરોના વાયરસનો ખતરો વધી રહ્યો છે. જેમાં લગભગ 2000 લોકો સાથે રહી રહ્યા હતા. હવે આ જ અરસામાં સિંગર એ.આર. રહેમાન પણ આગળ આવ્યો અને લાલચોળ થઈ બે શબ્દો કહ્યા છે.  સિંગરે કહ્યું કે, આ મેસેજ એ બધા ડોક્ટરો, નર્સો અને એ કર્મચારીઓને ધન્યવાદ કહેવા માટે છે કે જે આખા દેશમાં હોસ્પિટલ અને ક્લિનિકમાં દિલ દઈ જાન દાન પર લગાવીને કામ કરે છે. આપણી જિંદગી બચાવવા માટે એ લોકો તેની જિંદગી સાખે ખિલવાડ કરી રહ્યા છે.

 

રહેમાને આગળ લખ્યું કે, આ સમય એકબીજાના મતભેદો ભૂલીને અદૃશ્ય દેખાતા દુશ્મનો સામે લડવાનો છે, કે જેણે આખી દુનિયા સામે તબાહી મચાવી દીધી છે. આ એ સમય છે કે જ્યારે માનવતા અને આધ્યાત્મિકતા પર આપણે અમલ કરવો જોઈએ. આ સમયે આપણે આપણા પડોશી, વરિષ્ઠો, ગરીબો અને પ્રવાસી શ્રમિકોની મદદ કરવી જોઈએ.

 

આગળ વાત કરતાં જણાવ્યું કે, ઈશ્વર તમારા હૃદયમાં છે. માટે ધાર્મિક સ્થળોએ એકઠા થઈને આરાજકતા ફેલાવવાનો આ સમય નથી. સરકારની સલાહ માનો. કેટલાક અઠવાડિયાનું આઈસોલેશન તમને જિંદગીના કેટલાક વર્ષો આપી શકે છે. વાયરસને ફેલાવો નહીં અને પોતાના જ સાથીઓનું નુકસાન ન પહોંચાડો. આ સમય અફવાઓ ફેલાવવાનો અને ચિંતા વધારવાનો નથી. આવો દયાવાન અને વિચારશીલ બનીએ. લાખો લોકોની જિંદગી આપણા હાથમાં છે.

Find out more: