બોલિવુડ ઇરફાન ખાનના ગયાના આઘાતમાંથી હજુ તો ઉભરી શકયું નહોતું ત્યાં બીજા એક ખરાબ સમાચાર આવ્યા છે. દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર લાંબા સમયથી જિંદગી સામે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારબાદ આજે તેમણે ફાની દુનિયાને અલવિદા કહી દીધું. ગંભીર બીમારીની ખબર પડ્યા બાદ તેઓ અંતિમ સમય સુધી હંમેશા પોઝિટીવ જ રહ્યા. તેમના ડૉકટર્સ અને મેડિકલ સ્ટાફનું કહેવું છે કે ઋષિએ તેઓ અંતિમ ક્ષણ સુધી એન્ટરટેઇન કરાવતા રહ્યા.
પરિવારે પત્ર સાથે લોકોને કરી હસતા અલવિદા કહેવાની વાત
અમારા પ્રિય ઋષિ કપૂર 2 વર્ષ લ્યૂકેમિયાથી સંઘર્ષ કર્યા બાદ આજે સવારે 8.45 પર હોસ્પિટલમાં શાંતિ સાથે દુનિયા છોડી દીધી. ડૉકટર્સ અને મેડિકલ સ્ટાફે કહ્યું કે અંતિમ સમય સુધી તેઓ મનોરંજન કરાવતા રહ્યા. તેઓ બે મહાદ્વીપોમાં સારવાર દરમ્યાન હંમેશા ખુશ અને જિંદગીને સંપૂર્ણપણે જીવવા માટે ઉત્સાહિત રહ્યા. પરિવાર, દોસ્ત, જમવાનું અને ફિલ્મો જ તેમનું ફોકસ રહ્યું અને જે પણ તેમને આ દરમ્યાન મળતા તેઓ હેરાન થઇ જતા કે કેવી રીતે તેમણે બીમારીને તેમના પર હાવી થવા દીધી નહીં. તેઓ પોતાના ફેન્સના પ્રેમના આભારી હતા. તેમના જવા પર બધા સમજી જશે કે તેઓ ઇચ્છતા હતા કે તેમને હસતા હસતા યાદ કરાય નહીં કે આંસુઓની સાથે.
નોટમાં લખ્યું છે કે આ વ્યક્તિગત ક્ષતિ દરમ્યાન અમે એ પણ સમજીએ છીએ કે દુનિયા પર કઠિન અને મુસીબતભર્યો સમય છે. એકત્ર થવા પર અને કયાંય પણ નીકળવા પર સખ્તી છે. અમે તેમના દરેક ફેન્સ અને વેલ-વિશર્સ અને પરિવારજનોના મિત્રોને દરખાસ્ત કરીએ છીએ કે કાયદાનું પાલન કરો.