કોરોના વાયરસ સામે લોકોને મદદ કરવા મનોરંજનજગતના કલાકારોની સખત મહેનત રંગ લાવી છે. રવિવારે સાંજે યોજાયેલી ‘આઈ ફોર ઈન્ડિયા’ કોન્સર્ટ અંતર્ગત 85 કલાકારોએ તેમની રજૂઆતોથી 52 કરોડ રૂપિયાથી વધુ એકત્રિત કરી લીધા છે. આ સંગઠને જણાવ્યું હતું કે તે ફેસબુક પર લાઇવ થવાનું સૌથી મોટું ફંડ એકઠું કરનાર બની ગયું છે. આ હેઠળ ઓનલાઇન 4.2 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા છે, જ્યારે કોર્પોરેટ દાતાઓ દ્વારા અને લોકકલ્યાણ લોકો દ્વારા 47.77 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા છે, જેની ગણતરી હજી ચાલુ છે.

                             

‘આઇ ફોર ઇન્ડિયા’ને સમગ્ર દુનિયાનું ધ્યાન અને મદદ મળી રહી છે. આ અભિયાન અંતર્ગત એકત્ર થનાર સંપૂર્ણ પૈસા કોવિડ-19 સાથે જોડાયેલ કાર્યો માટે ઉપયોગ કરવામાં આવશે.’ આ અભિયાન સાથે સંકળાયેલ ફિલ્મકાર કરણ જોહરે પણ આ પરિણામ માટે તમામ લોકોનો આભાર માન્યો છે.

 

તેમણે પોતાની ખુશી શેર કરતા કહ્યું,’અમારા દિલથી લઇ આપના દિલ સુધી. આ કોન્સર્ટને જોવા માટે તમારો આભાર. તમારી પ્રતિક્રિયા માટે આભાર. તમારા દાન માટે તમારો આભાર. ‘આઇ ફોર ઇન્ડિયા’ એક કોન્સર્ટ તરીકે શરૂ થયો હતો. પરંતુ આ એક આંદોલનનું સ્વરૂપ લઇ રહ્યું છે. ચાલો એક મજબૂત ભારતને બનાવવા માટે એક પગાલું ભરીએ. એક સ્વસ્થ ભારત. એક મજબૂત ભારત. આઇ ફોર ઇન્ડિયા.’

Find out more: