બોલીવુડના દિગ્ગજ અભિનેતા રિશી કપૂરનું  30 એપ્રિલના રોજ નિધન થયું હતું. 12 મેના રોજ રિશી કપૂરના નિધનને 13 દિવસ પૂરા થતા હતાં. તેરમા પર પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. આ પ્રાર્થના સભાની તસવીર રિશી કપૂરની દીકરી રિદ્ધિમાએ સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

 

રિદ્ધિમાએ બે તસવીર શૅર કરી હતી, જેમાં એક તસવીરમાં તે પિતાનીતસવીર આગળ બેઠી હતી અને તસવીરને કેપ્શન આપ્યું હતું કે પાપા તમને હંમેશાં અમે પ્રેમ કરીશું. બીજી તસવીરમાં રણબીર તથા રિદ્ધિમા આંખો બંધ કરીને પ્રાર્થના કરે છે. આ તસવીરને શૅર કરીને કેપ્શન આપ્યું હતું કે તમારો વારસો હંમેશાં રહેશે. અમે તમને બહુ જ પ્રેમ કરીએ છીએ.

 

રિશી કપૂરની પ્રાર્થના સભામાં આલિયા ભટ્ટ, કરિશ્મા કપૂર, શ્વેતા બચ્ચન-નવ્યા નવેલી નંદા, રણધીર કપૂર-બબિતા, અરમાન જૈન-અનિસા મલ્હોત્રા, રિમા જૈન તથા આદર જૈન આવ્યા હતાં.

                                                    

Find out more: