દારુ અને બંદૂક સાથે ડાંસ કરનાર ભાજપના વિવાદાસ્પદ ધારાસભ્ય પ્રણવ સિંહ ચેંમ્પિયન સામે કાર્યવાહી કરતાં પક્ષમાંથી તેમને હાંકી કાઢવામાં આવ્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ કાર્યવાહી ગૃહમંત્રી રાજનાથ સિંહના આદેશ પર કરવામાં આવી છે સાથે જ વીડિયોના આધારે ધારાસભ્ય સામે કાયદાકિય કાર્યવાહી કરતા કેસ દાખલ કરવામાં આવ્યા છે.

મહત્વપૂર્ણ છે કે આ વાઇરલ વીડિયોમાં પ્રણવ 3 રિવોલ્વર અને રાઇફલ સાથે ફિલ્મી ગીત પર ઠુમકા લગાવતા જોવા મળ્યા હતાં. આ સાથે જ તેઓ ઉત્તરાખંડના લોકોને ખરાબ ગાળો આપતા જોવા મળ્યા હતાં. આ વીડિયો થોડા જ સમયમાં સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેના કારણે ભાજપીય નેતૃત્વ તેમનાથી નારાજ હતું. શાહે ઉત્તરાખંડ પાર્ટી પ્રમુખ અજય ભટ્ટને પ્રણવ વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે અને બાદમાં શાહના આદેશ અનુસાર ધારાસભ્યને પક્ષમાંથી તગેડી મુકવામાં આવ્યા હતાં.

પ્રણવ સામે કેસ દાખલ કરનાર દહેરાદૂનના એક પત્રકારે જણાવ્યું હતું કે ધારાસભ્યની આ હરકતથી લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે. પત્રકારે વધુમાં જણાવ્યું હતુ કે ઉત્તરાખંડના લોકો માટે આ પ્રકારની ગાળોએ અમને અંદરથી હલાવી દીધા છે. એક ધારાસભ્ય હોવાના નાતે ચેંમ્પિયને વાણી પર સંયમ રાખવો જોઇએ પણ તેમણે શાલીનતાની દરેક હદ પાર કરી દીધી છે.


Find out more: