આર્થિક તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાને પાંચ મહિના પછી તમામ એરલાયન્સ માટે પોતાની એરસ્પેસ ખોલવાની જાહેરાત કરી છે. ભારતીય સમય અનુસાર ગઇકાલે મધ્યરાત્રીએ 12.38 ક્લાકે એરસ્પેસ ખોલ્યો છે. થોડા દિવસ પહેલા પાકિસ્તાને કહ્યું હતું કે તે ત્યાં સુધી પોતાની એર સ્પેસ નહીં ખોલે જ્યાં સુધી નહીં ખોલે જ્યાં સુધી ભારત પોતાના મહત્વના પોસ્ટ પરથી ફાઇટર પ્લેન નહીં હટાવે. જો કે હવે પાકિસ્તાનના આ પગલાને તેની પીછે હઠ માનવામાં આવી રહી છે. એરસ્પેસ બંધ થવાથી પાકિસ્તાનને ઘણું આર્થિક નુકસાન થયું છે. આથી તે વધારે સમય એરસ્પેસ બંધ રાખવાનું જોખમ ખેડી શકે તે પરિસ્થિતિમાં જ નથી.
પુલવામામાં ભારતની જવાબી સર્જીકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને 26 ફેબ્રુઆરીથી પોતાનો એરસ્પેસ બંધ કરી દીધો હતો. આ પાંચ મહિના દરમ્યાન પાકિસ્તાને પાંચ વખત એરસ્પેસ બંધ કરવાની સીમા વધારી હતી. આ નિર્ણયના કારણે પાકિસ્તાનને ઘણું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. એક અંદાજ પ્રમાણે ફેબ્રુઆરીથી જૂન મહિનાના અંત સુધીમાં આ એર સ્પેસ બંધ થવાના કારણે 400થી વધારે ફ્લાઇટને અસર થઇ છે. જેના કારણે પાકિસ્તાનને 100 મિલિયન ડૉલર એટલે કે 688 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સાથે જ વિમાન કંપનીઓની ઓપરેશનલ કોસ્ટ પણ વધી છે. જો ભારતીય કંપનીઓની વાત કરીએ તો પાકિસ્તાનના આ નિયમના કારણે 550 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.