આ અંગે પોલીસે જણાવ્યું જ્યારે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે અનેક લોકો ઘાયલ થયા હતાં જેમણે તેઓએ હોસ્પિટલ પહોંચાડ્યા હતાં. જેમાંથી કેટલાક લોકોની હાલત ગંભીર હતી. જિલ્લા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અત્યારે અમે આંકડો આપી શકીએ તેમ નથી નવ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી આદિત્યનાથે તુરંત ઘટનાની તપાસ માટેના આદેશ આપતા 24 ક્લાકમાં ઘટનાની તપાસ કરી ઠોસ રિપોર્ટ આપવાનો આદેશ કર્યો હતો. સાથે જ ઘાયલોને સારામાં સારી સારવાર મળે તે માટેના આદેશ આપ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે ગામના સરપંચે બે વર્ષ પહેલાં જમીન ખરીદી હતી. બુધવારે તે પોતાના સહયોગીઓ સાથે જમીન પર કબ્જો કરવા પહોંચ્યા હતાં. જ્યાં જમીન મુદ્દે વિવાદ સર્જાયો અને ફાયરિંગ થયું હતું.