પોતાના વિવાદીત નિવેદન માટે જાણિતા સાધ્વી પ્રજ્ઞાએ ફરી એક વખત વિવાદીત નિવેદન આપ્યું છે. આ વખતે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વસ્છતા અભિયાનનો મજાક બનાવ્યો છે. એક વાઇરલ વીડિયોમાં તેમણે કહ્યું છે કે અમે તમારી ગટર અને સંડાસ સાફ કરવા માટે સાંસદ નથી બન્યા. 

પ્રાપ્ત માહિતી અનુસાર બીજેપી સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સીહોરમાં એક સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને જનતા સાથે વાતચીત કરી હતી. આ કાર્યક્રમનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં તેમણે કહ્યું હતું કે ધ્યાન રાખજો કે અમને ગટર સાફ કરવા માટે સાંસદ નથી બનાવવામાં આવ્યા અમને શૌચાલય સાફ કરવા માટે સાંસદ નથી બનાવવામાં આવ્યા, અમે જે કામ માટે સાંસદ બન્યા છીએ તે કામ ઇમાનદારીથી કરીશું.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલા સાધ્વી પ્રજ્ઞાએ ગોડસે પર વિવાદીત નિવેદન આપ્યુ હતું. અભિનેતા કમલ હસને ગોડસેને પહેલો હિંદુ આતંકવાદી ગણાવ્યો હતો, જેના પર સાધ્વીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગોડસે દેશ ભક્ત હતા, છે અને રહેશે. તેમના આ નિવેદન અંગે વડાપ્રધાને તેમને કદી દિલથી માફ નહીં કરવાની વાત ઉચ્ચારી હતી.  



Find out more: