ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને ભારતીય સેનાન સાથે ટ્રેનિંગ કરવાની પરવાનગી મળી ગઇ છે. સેના પ્રમુખ બિપીન રાવતે ધોનીની ટ્રેનિંગ અંગેની અરજી સ્વિકારી લીધી છે. મહત્વનું છે કે મહેન્દ્ર સિંહ ધોની ટેરિટોરિયલ આર્મી પેરાશૂટ રેજિમેંટમાં લેફ્ટિનેન્ટ કર્નલ છે. રાવતની અનુમતી બાદ હવે મહેન્દ્ર સિંહ ધોની પોતાની રેજિમેન્ટ સાથે ટ્રેનિંગ કરશે.
સેનાના સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ધોનીની મોટાભાગની ટ્રેનિંગ કાશ્મીરમાં થશે. જો કે ધોની કોઇ પણ એક્ટિવ ઓપરેશનનો ભાગ નહીં બને. 38 વર્ષિય ધોનીએ અગાઉ જાહેરાત કરી દીધી હતી કે તે આગામી 2 મહિના સુધી કોઇ પણ મેચનો ભાગ નહીં બને. આ સમય તે પોતાની રેજીમેંટની સાથે રહેશે. જેના કારણે વેસ્ટ ઇંડીઝ સાથેની સીરિઝ માટે રિષભ પંતને વિકેટકીપર તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ભારતીય કેપ્ટન કૂલને 2011માં લેફ્ટિનેન્ટ કર્નલના પદથી નવાઝવામાં આવ્યા હતાં. તે બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ પેરા ટ્રેનિંગ પણ લીધી હતી. પેરા આર્મી અંતર્ગત અત્યારે 9 સ્પેશિયલ ફોર્સ, બે ટેપિટોરિયલ આર્મી અને એક રાષ્ટ્રીય રાઇફલ્સ બટાલિયન આવે છે.