બ્રિટનના વિદેશ સચિવ જેરેમ હંટએ ઇરાનની ખાડીમાં અનઅધિકારીક રૂપે જપ્ત કરવામાં આવેલા બ્રિટનના તેલ લઇ જતા જહાજને મુક્ત કરવાનો આગ્રહ કર્યો છે.  આ ખાડીમાં ઉત્પન્ન થયેલા તણાવના કારણે હોરમજની ખાડીમાં ઇરાને બ્રિટનના જહાજને જપ્ત કર્યું છે આ તેલના જહાજમાં 23 ક્રૂ સભ્યોમાં જહાજના કેપ્ટન સાથે 18 ભારતીયો, 5 રશિયન, લાતવિયાઈ અને ફિલિપિન નાગરિકનો પણ સમાવેશ થાય છે. આ અંગે ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડ સેનાએ પોતાની વેબસાઇટ પર નિવેદન આપ્યું છે કે આ જહાજ આંતરરાષ્ટ્રી. સમુદ્રી નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું હતું આથી તેને અટકમાં લઇને અજ્ઞાત જગ્યા પર લઇ જવામાં આવ્યું છે. તમામ ક્રૂ મેમ્બર સુરક્ષિત છે.

ઇરાન સાથે વાત કર્યા બાદ બ્રિટનના વિદેશ સચિવે જણાવ્યું હતું કે ઇરાને આ ઘટનાને જેવા સાથે તેવાની નીતિ ગણાવી પણ સત્યથી વધારે કશું પણ વધારે હોઇ શકે નહીં પણ સત્યથી આગળ બીજું કશું જ હોઇ શકે નહીં. જપ્ત થયેલા જહાજ સ્ટેના ઇંપેરોના માલિકોએ અબ્બાસ બંદરગાહ પર પોતાના 23 ક્રૂ મેમ્બરર્સ સાથે સંપર્ક કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. 

આ ઘટનની જાણ થતા બાદ ભારતીય વિદેશમંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું હતું કે આ ઘટના વિશે વધારે જાણવાનો પ્રયત્ન થઇ રહ્યો છે અને અમારી પ્રાથમિકતા ભારતીય નાગરિકોને મુક્ત કરવાની છે જેના માટે અમે ઇરાની સરકારના સંપર્કમાં છીએ.  


Find out more: