મુંબઇમાં 'સાવરકર: ઇકોઝ ફ્રૉન એ ફૉરગોટન પાસ્ટ' નામની આત્મકથાના વિમોચન સમયે ઠાકરેએ કહ્યું હતું કે 'સાવરકરને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવે. અમે ગાંધી અને નહેરુએ કરેલા કામને નકારી રહ્યાં નથી પણ આ દેશ એ બે પરિવારોથી પણ વધારે પરિવારોને રાજનિતીક પરિદ્રશ્ય પર જોયા છે.' આ સાથે જ ઠાકરેએ સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરી છે. પોતાના ભાષણમાં ઠાકરેએ એવો પણ ઉલ્લેખ કર્યો કે તેમને નહેરુને વીર કહેવામાં કોઇ વાંધો નથી પણ જો નહેરુ સાવરકરની જેમ 14 મીનિટ પણ જેલમાં રહ્યાં હોત. સાવરકર 14 વર્ષ સુધી જેલમાં રહ્યાં હતાં.