ઉન્નાવ રેપ કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. ભારતીય જનતા પાર્ટી (બીજેપી)થી સસ્પેન્ડેડ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી છે. આ સાથે જ સેંગર પર કોર્ટે દંડ પણ ફટકાર્યો છે.
કોર્ટે સેંગરને અપહરણ અને રેપ માટે દોષી ગણાવ્યો. આ સજા પર ચર્ચા દરમિયાન સીબીઆઇએ કોર્ટને વધુ સજા કરવાની માંગ કરી હતી. 16 ડિસેમ્બરે દિલ્હીની તીસ હજારી કોર્ટે સેંગરને કલમ 376 અને પોક્સોની સેક્શન 6 અંતર્ગત દોષી ગણાવ્યો. જ્યારે 17 ડિસેમ્બરે આ સજા પર બહેસ કરવામાં આવી હતી. આ પહેલા કોર્ટે કહ્યું હતું કે, તેઓ જલ્દબાજીમાં કોઇ ફેંસલો કરવા માંગતા નથી. ઉન્નાવ રેપ કાંડ જઘન્ય ષડયંત્ર, હત્યા અને દુર્ઘટનાથી ભરેલ છે.
દિલ્હીની તીસ હજારી કોર્ટે કુલદીપ સેંગરને દોષી ઠેરવ્યો અને સજા સંભળાવતા સેંગરને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. આ સાથે જ સેંગર પર 25 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ત્યાં જ આ નિર્ણયના સમયે કુલદીપ સેંગર કોર્ટ સામે હાથ જોડીને ઉભો હતો. આ સાથે જ કોર્ટે સીબીઆઇને પીડિતા અને તેના પરિવારને આવશ્યક સુરક્ષા આપવાનો આદેશ પણ કર્યો છે.
ઉલ્લેખનિય છેકે ઉન્નાવનાં બાંગરમઉથી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને મળવા માટે તેમના ધરથી નજીક રહેનાર 17 વર્ષીય કિશોરી એક મહિલા સાથે 4 જૂન 2017એ નોકરી માંગવા ગઇ હતી. જે મહિલા કિશોરીને ત્યાં લઇને પહોંચી હતી તેનું નામ શશિ સિંહ હતું. તે સેંગરની સંબંધી હતી. તેના પછી જ અચાનક એક દિવસે એક દિવસ તે કિશોરીએ ખુલાસો કર્યો કે ધારાસભ્યએ તેની સાથે બળાત્કાર કર્યો છે, જેના પછી આ મામલો સામે આવ્યો.