![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/politics/politics_latestnews/no-one-is-allowed-to-ask-for-proof-of-indianness-priyanka-gandhid580034c-0aa2-406d-95ca-743b6e086222-415x250.jpg)
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પોતાની બે દિવસની લખનઉ મુલાકાતના એક દિવસ પહેલાં શનિવાર સાંજે પૂર્વ આઇપીએસ એસ આર દારાપુરીના પરિવારવાળાને મળવા પહોચી. રસ્તામાં થોડોક સમય માટે પોલીસે પ્રિયંકાના વાહનને રોકી લીધા હતા. પ્રિયંકાએ આરોપ મૂકયો કે લખનઉ પોલીસે તેનું ગળું દબાવ્યું અને ધક્કો મારી પાડી દીધી. આ નિવેદન થોડીક વાર પહેલાં પ્રિયંકાએ આપેલા પોતાના નિવેદનથી પલટી ગયા. તો પ્રિયંકા ગાંધીની સાથે થયેલ કથિત વર્તનના કેસમાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચની પાસે એક ફરિયાદ પણ નોંધાવી છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે હું દારાપુરીના ફેમિલીને મળવા જઇ રહી હતી. પોલીસે વારંવાર રોકી. જ્યારે ગાડીને રોકી અને મેં પગપાળા જવાની કોશિષ કરી તો મને ઘેરીને રોકી લીધી અને મારા ગળા પર હાથ લગાવ્યો, મને પાડી પણ દીધી હતી.
પ્રિયંકા રિટાયર્ડ IPS સદક ઝફરને ન મળી શક્યા તો તેઓ પ્રદર્શન દરમિયાન ધરપકડ પામેલા અન્ય પૂર્વ IPS એસ.આર.દારાપુરી સાથે મુલાકાત કરવા ગયા. તેમને રોકવામાં આવતા પ્રિયંકાએ કહ્યું કે મને સુરક્ષાના કારણોનો હવાલો આપીને રોકવામાં આવી. આ એસપીજીનો મુદ્દો નથી પરંતુ ઉત્તરપ્રદેશ પોલીસનો મુદ્દો છે. આ નિવેદનથી પ્રિયંકા રાજકારણમાં ગરમાવો લાવવા માંગે છે. પ્રિયંકા અત્યારે ઉત્તરપ્રદેશના પ્રવાસે છે જ્યાં તે હિંસામાં ધરપકડ પામેલ અથવા માર્યા ગયેલા લોકોના પરિવારના સભ્યોને મળી રહી છે. છેલ્લા રવિવારે તેમણે બિજનૌરમાં એક પ્રદર્શનમાં માર્યા ગયેલા પ્રદર્શનકારીના પરિવારો સાથે મુલાકાત કરી