ચેન્નઈ નગર નિગમ શહેરના લોકો અને ખાસ કરીને યુવાનો-કિશોરોને સિક્રેટ એજન્ટ બનવાની તક આપવા જઈ રહ્યું છે. આ માટે એક એપ તૈયાર કરાયું છે, જેનું નામ છે ચેન્નઈ સિક્રેટ એજન્ટ એક્સ. આ એપ થકી લોકો શહેરના પાયાના માળખામાં જોવા મળતી ખામીઓની ફરિયાદો નોંધાવી શકશે. આ ફરિયાદોની મજબૂતાઈના આધારે તેમને પોઈન્ટ પણ મલશે. જે સૌથી વધુ પોઈન્ટ મેળવશે તેમને ઈનામ પણ અપાશે. ઈનામમાં મહિના સુધી મેટ્રોની ફ્રી સવારી કે રાહત જેવા વિકલ્પ પણ સામેલ કરાયા છે.

જે વ્યક્તિ મદદ કરશે તેનું નામ પણ આ એપના વિજેતાના રૂપમાં નોંધાવવામાં આવશે. એપ લોન્ચ કરવાનો હેતુ શહેરને 2020 સુધી સંપૂર્ણપણે સ્માર્ટ બનાવવાનું છે. આ એપથી ભવિષ્યમાં સુનામી જેવી કોઈ પણ મોટી કુદરતી હોનારત દરમિયાન તેની સાથે સંકળાયેલા એજન્ટોનો સાથ પણ મળશે.

ચેન્નઈ સિક્રેટ એજન્ટ એક્સ એપનું કામ સાંસદ અઝાગુ પંડિયા રાજાએ તૈયાર કર્યું છે. તેમણે પહેલીવાર બીજી વાર ઉપયોગમાં લેનારા કચરાની ઓનલાઈન ખરીદી-વેચાણનું પણ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે. તેમણે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે, એપમાં કોઈ પણ એન્ટ્રી ડુપ્લિકેટ ના હોય. આ માટે તેમણે એપને જીપીએસ સાથે પણ લિંક કર્યું છે, જેથી તે ગેમ જેવો રોમાંચ પણ આપી શકે.

1688માં સ્થાપિત ચેન્નઈ નગર નિગમના કમિશનર જી. પ્રકાશનું કહેવું છે કે, એપમાં લોકો અમને શહેરના ભૂવા, આડેધલ લગાવેલા પોસ્ટર-બેનર, શહેરની ઓળખ હોય તેવા સ્મારકોની તૂટફૂટ, ગંદા શૌચાલય જેવી વગેરે મુશ્કેલીઓનો વીડિયો કે તસવીરો મોકલી શકશે. જે સૌથી વધુ વીડિયો કે તસવીર શેર કરશે, તેને શહેરનો ટોપ સિક્રેટ એજન્ટ જાહેર કરાશે. તેમાં સૌથી રસપ્રદ વાત એ હશે કે, જે ફરિયાદો મળશે કે જે એજન્ટ ફરિયાદી હશે, તેને ચોક્કસ સમયમાં મુશ્કેલીનો ઉકેલ આવ્યો કે નહીં, તેની તપાસ માટે સ્થળ પર મોકલાશે.

Find out more: