મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ સરકાર રચાયા બાદ સોમવારે પહેલીવાર પોતાની કેબિનેટનું વિસ્તરણ કર્યું. આ કેબિનેટ વિસ્તરણમાં NCP નેતા અજીત પવારને રાજ્યના ઉપ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે તો શિવસેનાના આદિત્ય ઠાકરેને પણ મંત્રીપદ સોંપવામાં આવ્યું છે. પરંતુ કોંગ્રેસમાં આ વિસ્તરણને લઈને નારાજ છે કેબીનેટમા સતાના પાસા એવી રીતે ફેકાયા છેકે NCPના હાથમાં સતા હોય તેવું જણાઇ રહ્યુ છે. 

ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટ વિસ્તાર બાદ રાજ્યના વિકાસ માટે સાથે મળીને કામ કરવાની વાત કરી હતી. પરંતુ આ કેબિનેટ વિસ્તારતને હજી 2-4 કલાક જ થયા હતાં ત્યાં કોંગ્રેસના ધારાસભ્યોમાં તેને લઈને અસંતોષ જોવા મળ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કેબિનેટ વિસ્તારથી કોંગ્રેસના અનેક ધારાસભ્યો નાખુશ છે. તેમનું માનવું છે કે, આ કેબિનેટ વિસ્તારને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડને ગેરમાર્ગે દોરવામાં આવ્યો છે.


સૂત્રોના જણાવ્યા પ્રમાને અસંતુષ્ઠ કોંગી ધારાસભ્યોએ આ બાબતને લઈને પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત પણ કરી છે અને પોતાની વાત રજુ કરી છે. ધાસરાસભ્યોની ખડગે સાથે થયેલી મુલાકાત દરમિયાન આખા મંત્રીમંડળ વિસ્તારમાં વફાદાર ધારાસભ્યોને નજરઅંદાજ કરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે નારાજ ધારાસભ્યોમાં પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવાણ પણ્ન પણ શામેલ છે.

આજે મહારાષ્ટ્રમાં મંત્રિમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં એનસીપી નેતા અજીત પવારને ઉદ્ધવ ઠાકરે સરકારમાં ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. દોઢ જ મહિનામાં બળવો કરવા છતાંયે અજીત પવાર બીજીવાર

 

 

Find out more: