કોંગ્રેસ સેવાદળની બુકલેટમાં ગોડસે અને સાવરકર વચ્ચે સમલૈંગિક શારીરિક સંબંધો હોવાનું કેહતા ભારે વિવાદ થયો છે. આ મામલે અખિલ ભારતીય હિંદૂ મહાસભાએ વળતો પ્રહાર કર્યો છે. અખિલ ભારતીય હિંદૂ મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણીએ રાહુલ ગાંધીને જ નિશાન બનાવ્યા છે. સ્વામી ચક્રપાણીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, અમે તો એમ પણ સાંભળ્યુ છે કે રાહુલ ગાંધી સમલૈંગિક છે. આ અગાઉ ચક્રપાણીએ રાહુલ ગાંધી દ્વારા સાવરકરને લઈને આપેલા નિવેદનને લઈને ફરિયાદ નોંધાવી હતી.
હિંદુ મહાસભાએ કોગ્રેસ પર પ્રહાર કરતા મહાસભાના પ્રમુખ સ્વામી ચક્રપાણીએ કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા કહ્યું છેકે, યે પૂર્વ મહાસભા અધ્યક્ષ વીર સાવરકર વિરૂદ્ધ હાસ્યાસ્પદ આરોપ છે. જાહેર છે કે, અમે તો એમ પણ સાંભળ્યું છે કે, રાહુલ ગાંધી સમલૈંગિક છે.
મધ્યપ્રદેશના ભોપાલમાં કોંગ્રેસ સેવાદળે વિનાયક સાવરકરને લઇ એક પુસ્તક છાપ્યું છે, જેમાં કેટલીય એવી ટિપ્પણીઓ કરાઇ છે જેના પર હોબાળો થઇ ગયો છે. આ પુસ્તકમાં દાવો કરાયો છે કે વિનાયક સાવરકર અને નાથુરામ ગોડસેમાં સમલૈંગિક સંબંધ હતા. ત્યારથી તેના પર વિવાદ થઇ રહ્યો છે.
આ બુકલેટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, સાવરકરે જેલમાંથી બહાર આવવા માટે અંગ્રેજો પાસે લેખિતમાં માફી પણ માંગી હતી. આ મામલે શિવસેનાએ પણ આકરૂ નિવેદન આપ્યું છે. શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું હતું કે. શિવસેનાનું સ્ટેન્ડ સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે વીર સાવરકર મહાન હતા, છે અને રહેશે. તેમણે કહ્યું કે જે પણ પુસ્તક છપાયું છે તે મધ્યપ્રદેશની ગંદકી છે, આ કયારેય મહારાષ્ટ્રમાં આવશે નહીં. આ ગેર-કાનૂની છે, અમને કોઇ સાવરકર અંગે ના શીખવાડે તે જ યોગ્ય રહેશે.