વસ્તી ગણતરી કરવાના કામમાં ઠાગાઠૈયા કરનાર સરકારી બાબુઓ સાથે કાયદેસરની કાર્યવાહી થશે. જી હા દેશભરમાં 2021થી શરૂ થનારી વસ્તી ગણતરીનું કામ કરવા ઈનકાર કરનાર રાજ્ય સરકારી બાબુઓને ૩ વર્ષની કેદની સજા કરવાની કાયદામાં જોગવાઈ કરાયેલી છે. આથી રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થાઓનાં કર્મચારીઓ કે જેમને વસ્તી ગણતરી બોર્ડ અને રજિસ્ટ્રાર જનરલ ઓફ સિટિઝન રજિસ્ટ્રેશન માટે વસ્તી ગણતરી અને NPRની કામગીરીમાં મદદ કરવાની જવાબદારી સોંપવામાં આવે તેઓ સેન્સસ ઓફ ઈન્ડિયા એક્ટ 1948 તેમજ સિટિઝનશિપ નિયમ 2003 હેઠળ વસ્તી ગણતરીનું કામ કરવા ઈનકાર કરી શકશે નહીં તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.
રાજ્ય સરકારનાં કર્મચારીઓ આ બંને કાયદાઓ હેઠળ સરકાર દ્વારા સોંપવામાં આવનાર વસ્તી ગણતરીનું કામ કરવા બંધાયેલા છે. NPR માટે આંકડાઓ એકઠા કરતી વખતે મકાનોની યાદી તૈયાર કરવાની જવાબદારી નિભાવનાર કર્મચારીઓ તેમજ વસ્તી ગણતરી અધિકારીઓ બંનેને આ જોગવાઈ લાગુ પડશે. ભારતીય વસતી ગણતરી કાયદા મુજબ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિતપ્રદેશોનાં સત્તાવાળાઓ દ્વારા તેમનાં વિસ્તારોમાં વસતી ગણતરી માટે અધિકારીઓની નિયુક્તિ કરવાનું અનિવાર્ય છે. જેમાં મુખ્ય વસ્તી ગણતરી અધિકારી (ડ્ઢસ્), જિલ્લા અને ઉપ જિલ્લા અધિકારી અને નિરીક્ષક તેમજ ન્યુમરેટરનો સમાવેશ થાય છે. આ કાયદાની કલમ 11 મુજબ વસતી ગણતરીનું કામ કરવાનો ઈનકાર કરનાર રાજ્ય સરકારનાં કર્મચારીને 3 વર્ષની જેલ કે દંડ સાથે જેલની સજા થઈ શકે છે. સરકારે કર્મચારીઓ માટે વસતી ગણતરીનું કામ અનિવાર્ય બનાવ્યું છે.
આ નિયમથી સરકારી કર્મચારીને વસ્તી ગણતરી વખતે કોઇ બહાનું બતાવવાનો સમય નહી રહે. કરવા ઈનકાર કરનાર રાજ્ય સરકારનાં કર્મચારીને ૩ વર્ષની કેદની સજા કરવાની કાયદામાં જોગવાઈ કરાયેલી છે.