નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપીઓની ફાંસીને લઇને આજે એટલે કે મંગળવારે નિર્ણય લેવામાં આવી શકે છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં નિર્ભયાની માતાની અરજી વિશે સુનાવણી કરાશે. આ પહેલાં નિર્ભયા ગેંગરેપ કેસમાં ફાંસીની સજા મળેલ ચારેય દોષિતોમાંથી એકના પિતાની ફાંસીને ટાળવાની કોશિષ પણ સોમવારના રોજ બેકાર થઇ ગઇ. કેસના એકલા સાક્ષીની વિરૂદ્ધ ખોટી જુબાની આપવાના આરોપમાં એફઆઇઆર સાથે જોડી તેમની માંગને કોર્ટ નકારી દીધી. આ પહેલાં પટિયાલા હાઉસ કોર્ટે દોષિતોની દરેક કાયદાકીય કાર્યવાહી પૂરી કરવા માટે 7 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો. તે સાથે જ તિહાર જેલમાં ચારેય દોષિતોને નોટિસ આપીને પૂછવામાં આવ્યું હતું કે તેઓ દયાની અરજી દાખલ કરશે કે નહીં.
એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ (એસીએમએમ) સુધીર કુમાર સિરોહીએ હીરા લાલ ગુપ્તાના સંબંધિત માંગણી અને ફરિયાદ બંનેને ઠુકરાવી દીધી. કોર્ટે કહ્યું કે ફરિયાદકર્તાના દીકરા પવનને પહેલાં જ સંબંધિત એફઆઇઆરની અંતર્ગત દોષિત ગણાવી ચૂકયા છે અને તેમની તરફથી હવે કરવામાં આવી રહેલી દલીલ આખા કેસ દરમ્યાન બચાવ માટે દોષિત પાસે હતી. તેમણે આગળ કહ્યું કે ટ્રાયલ કોર્ટનો એવો કોઇ આદેશ રજૂ કરાયો નથી જેમાં સાક્ષીની જુબાનીને ખોટી કે અવિશ્વસનીય ગણાવી હોય.
સુનાવણી સતત લંબાતી હોવાથી પીડિતાની માતા આશા દેવી નિરાશ થઈ ગયા હતા. જજે આશા દેવીને કહ્યું હતું કે, ‘મારી સહાનુભૂતિ તમારી સાથે છે, હું જાણું છું કે, કોઈનું મૃત્યુ થયું છે પરંતુ આરોપીઓના પણ તેમના અધિકાર છે. અમે અહીં તમારી વાત સાંભળવા માટે જ છીએ પરંતુ અમે કાયદાથી પણ બંધાયેલા છીએ.’ સુનાવણી દરમિયાન પીડિતાના પક્ષ તરફથી દોષિતો વિરુદ્ધ મોતનું વોરંટ જાહેર કરવાની પણ અરજી કરી હતી.