વડાપ્રધાન મોદીએ ગુરૂવારે અર્થશાસ્ત્રીઓ, વિભિન્ન ક્ષેત્રો અને સફળ યુવા ઉદ્યમીઓની સાથે વિચાર-વિમર્શ કર્યો અને 2024 સુધી ભારતને 5,000 અરજ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં મળીને પ્રયાસ કરવા કહ્યું. એક સત્તાવાર નિવેદન અનુસાર પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આપણે સાથે મળીને કામ કરવા અને એક રાષ્ટ્રની માફક વિચારવાની જરૂર છે.” તેમણે કહ્યું કે, “ભારતીય અર્થવ્યવસ્થાનાં પાયાની મજબૂતી ઉતાર-ચઢાવ સહન કરવાની તાકાત અને ફરીથી પાટા પર આવવાની ક્ષમતા દર્શાવે છે.” તેમણે ભાર આપ્યો કે, “હિતધારકોએ હકીકત અને વિચારની વચ્ચેની ખાઈ પુરવા માટે કામ કરવું પડશે.” 

માહિતી મુજબ બેઠકમાં સામેલ વિશેષજ્ઞોએ સરકારથી લેણું, નિકાસ વૃદ્ધિ, સાર્વજનિક ક્ષેત્રની બેંકોનું સંચાલન, ઉપભોગ અને રોજગાર વધારવા પર ધ્યાન આપવાનો આગ્રહ કર્યો. બેઠકમાં લગભગ 40 નિષ્ણાતો અને અર્થશાસ્ત્રીઓએ ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ તેમને ભરોસો આપ્યો કે તેઓ એ સલાહ પર કામ કરશે, જેને જલદી લાગુ કરવાની જરૂરિયાત છે. સાથે જ લાંબા સમયગાળાની સલાહ પર પણ વિચાર કરવામાં આવશે, કેમકે આ પાયાનાં સુધારા માટે જરૂરી છે.”

નીતિ આયોગનાં ઉપાધ્યક્ષ રાજીવ કુમારે ટ્વિટ કરીને કહ્યું કે, ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અર્થશાસ્ત્રીઓ અને ઉદ્યોગ નિષ્ણાંતોની સાથે આજે નીતિ આયોગમાં ચર્ચા કરી. આમાં આર્થિક વૃદ્ધિ, સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સાથે જોડાયેલા મુદ્દાઓ પર વિચાર-વિમર્શ થયો.’ 

ઉલ્લેખનિય છેકે ચાલુ નાણાંકીય વર્ષમાં વિકાસ દર 11 વર્ષનાં સૌથી નીચેનાં સ્તર પર રહેવાના અનુમાનની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ મિટીંગ બોલાવી હતી. 

Find out more: