વડોદરાના પાદરામાં આવેલી એક કંપનીના ઓક્સિજન પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હોવાની જાણકારી મળી આવી છે. એકાએક થયેલાં આ પ્રચંડ ધડાકામાં કંપનીમાં કામ કરી રહેલાં પાંચ કર્મચારીઓનાં મોત થયા હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી રહી છે. બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલાં લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પાદરાની એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તો સારવાર દરમિયાન એક મજૂરનું મોત નિપજતાં આ દુર્ઘટનામાં મોતનો આંકડો 6 થયો હતો. 

પાદરાના ગવાસદ ગામે આવેલી એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટને કારણે સાતથી આઠ મજૂરોને ઈજાઓ પહોંચી હતી. અને આ તમામ મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઓક્સિજનનો બાટલો ફાટ્યો હોવાને કારણે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. અને બ્લાસ્ટ બાદ કંપનીમાં આગ લાગી ગઈ હતી. બ્લાસ્ટને કારણે કંપનીમાં કામ કરી રહેલાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 

ઘટનાની જાણ થતાં જ 7 એમ્બ્યુલન્સ અને 5 ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવી હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે કંપનીના ઉપરનાં પતરાં ઉડી પણ ઉડી ગયા હતા. બ્લાસ્ટની તીવ્રતા તમે એ વાતથી જ સમજી શકો કે, તેનો અવાજ અનેક કિમી દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટ સમયે કંપનીના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર ન હતા. 

તો પ્રચંડ બ્લાસ્ટને કારણે લોકોમાં ભારે ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. 3 કિમી દૂર ગામડાંઓનાં ઘરોમાં બારી બારણાઓ ખખડવા લાગ્યા હતા. તેમજ ઉપર મૂકેલાં વાસણો પણ નીચે પડી ગયા હતા. આના પરથી જ સમજી શકાય છે કે બ્લાસ્ટની તીવ્રતા કેટલી હશે. અને બ્લાસ્ટને કારણે જે લોકોનાં મોત નિપજ્યા છે તેમનાં લાશ પણ ક્ષત વિક્ષત થઈ ગઈ હતી.

Find out more: